• Home
  • News
  • IPL 2022: હાર્દિક પંડ્યા એન્ડ કંપની પર થઈ ધનવર્ષા, જાણો કોને કેટલા રૂપિયા મળ્યા
post

હાર્દિક પહેલા બોલિંગમાં 3 વિકેટ બાદ બેટિંગમાં પણ 34 રનની ઈનિંગ રમ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-30 10:49:03

નવી દિલ્હી: હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને IPL 2022નો ખિતાબ પોતાના નામે કર્યો છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા રાખવામાં આવેલા 131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 133 રન બનાવીને ફાઈનલ મુકાબલો પોતાના નામે કરી લીધો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાને તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો. હાર્દિક પહેલા બોલિંગમાં 3 વિકેટ બાદ બેટિંગમાં પણ 34 રનની ઈનિંગ રમ્યો હતો. 

પોતાની ડેબ્યુ સીઝનમાં જ જીત નોંધાવનારી હાર્દિક પંડ્યા એન્ડ કંપનીને ચમકદાર ટ્રોફીની સાથે પ્રાઈઝ મની તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા છે. ઉપ વિજેતા રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ જ્યારે ત્રીજા નંબરે રહેનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ચોથા નંબરે આવનારી લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા મળ્યા છે. હાર્દિક પંડ્યાએ IPLમાં પહેલી વખત કેપ્ટનશિપ કરવાની સાથે ટીમને ચેમ્પિયન બનાવી છે. 

રાજસ્થાન રોયલ્સ ખિતાબ ચુકી ગઈ

મેચની વાત કરીએ તો સ્કોરિંગ ફાઈનલ મુકાબલામાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજૂ સૈમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમ ધાર્યું પ્રદર્શન ન કરી શકી અને 9 વિકેટમાં 130 રન જ બનાવી શકી. ટીમ તરફથી ઓપનર જોસ બટલર સૌથી વધારે 39 રનની ઈનિંગ રમ્યા. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધારે 3 વિકેટ લીધી. સ્પિનર સાઈ કિશોરના ખાતામાં 2 વિકેટ ગઈ. મોહમ્મદ શમી, યશ દયાલ અને લોકી ફર્ગ્યુસનની ઝોળીમાં 1-1 વિકેટ ગઈ.