• Home
  • News
  • ગુજરાતી સહિત 12 ભાષામાં IPL મેચ માણી શકાશે:યુઝર્સ HD વીડિયો ક્લોવિટીમાં 360 ડિગ્રી એંગલથી મેચ જોઈ શકશે, Big B રમાડશે ક્વિઝ કોન્ટેસ્ટ
post

ટુર્નામેન્ટ 12 જુદી-જુદી ભાષાઓમાં હશે, યુઝર્સ 360 ડિગ્રી એંગલથી મેચ જોઈ શકશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:42:34

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન 31 માર્ચથી શરૂ શઈ રહી છે. આ વખતે ટુર્નામેન્ટના ડિજિટલ રાઈટ્સ હોટસ્ટારને બદલે જિયો સિનેમાને મળ્યા છે. યુઝર્સના IPL અનુભવને રોમાંચક બનાવવા માટે જિયો સિનેમા અનેક રીતે નવા ફીચર્સને સ્ટ્રીમિંગ સાથે જોડી રહ્યું છે, જે આ વખતની IPLમાં જોવા મળશે.

ટુર્નામેન્ટ 12 જુદી-જુદી ભાષાઓમાં હશે, યુઝર્સ 360 ડિગ્રી એંગલથી મેચ જોઈ શકશે. એટલું જ નહીં, તે મેચ જોવા માટે પોતાની પસંદગીનો એંગલ પણ પસંદ કરી શકશે, એ પણ મફતમાં. આગળ સ્ટોરીમાં આપણે જાણીશું કે આ વખતની IPL યુઝર્સ ઈન્ટરનેટ અને ટીવી પર કઈ રીતે જોઈ શકશે. બંને માધ્યમો પર તેમને કયા પ્રકારના બેનિફિટ મળશે.

જિયોને ડિજિટલ, સ્ટારને ટીવી રાઇટ્સ
જિયોએ IPLના ડિજિટલ મીડિયા રાઈટ્સ 20,500 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. જ્યારે સ્ટારે 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઈટ્સ ખરીદ્યા હતા. ભારતની બહાર મીડિયા રાઈટ્સના વેચાણ બાદ BCCIએ કુલ 48,390 કરોડ રૂપિયામાં 5 વર્ષ માટે IPL રાઈટ્સ વેચ્યા, એટલે કે એક મેચ માટે BCCIને લગભગ 3 કરોડ મળશે. ટીવી પર યુઝર્સ સ્ટાર સ્પોર્ટ્સ 1 અને 3 પર મેચ જોઈ શકશે, જ્યારે ઈન્ટરનેટ પર જિયો સિનેમા પર પૂરી ટુર્નામેન્ટ જોઈ શકાશે.

ઈન્ટરનેટ પર સમગ્ર ટુર્નામેન્ટ ફ્રી હશે
BCCI
એ એક વખતની IPL ફ્રીમાં બતાવવા માટે જિયો સિનેમાને મંજૂરી આપી દીધી છે. જિયો સિનેમા પર ટુર્નામેન્ટની પૂરી 74 મેચ યુઝર્સ ફ્રીમાં જાઈ શકશે. આ પહેલાં હોટસ્ટાર પર મેચ જોવા માટે યુઝર્સને પ્રીમિયમ પ્લાન ખરીદવો પડતો હતો. 4K એટલે અલ્ટ્રા HD ક્વોલિટીમાં પણ મેચ જેવા માટે યુઝર્સને અલગથી કોઈ ચાર્જ આપવો નહીં પડે.

એક મેચ માટે 2GB ઈન્ટરનેટ
જિયો તરફથી જણાવવામાં આવ્યું છે કે મોબાઈલ પર IPLની એક મેચ જોવા માટે યુઝર્સને લગભગ 2GB ડેટા વપરાશે. ભારતમાં 1GB ડેટા 14 રૂપિયામાં મળે છે, 2GB ડેટા માટે તેમણે 28 રૂપિયા આપવા પડશે, પરંતુ એરટેલ, વોડાફોન-આઈડિયા અને જિયો જેવા ડેટા ઓપરેટર IPL દરમિયાન સ્પેશિયલ રિચાર્જ પ્લાન બહાર પાડે છે, જેથી યુઝર્સને રેગ્યુલર પ્લાનની કિંમતમાં જ વધુ ઈન્ટરનેટ મળે છે.

12 જુદી-જુદી ભાષામાં ઉપલબ્ધ
ભારતમાં ક્રિકેટ મેચો સામાન્ય રીતે હિન્દી, અંગ્રેજી, તેલુગુ અને તમિળ ભાષાઓમાં બતાવવામાં આવતી હતી, પરંતુ આ વખતે IPL સિઝન લગભગ 12 ભાષામાં જોઈ શકશે. આ ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, ઉડિયા, તેલુગુ, તમિળ અને કન્નડનો પણ સમાવેશ થાય છે.

હવે મેચ સાથે આંકડા પણ
મેચ દરમિયાન હાઈપ મોડ પણ જોવા મળશે. આ મોડમાં તમે રિયલ ટાઇમમાં ખેલાડીઓ અને ટીમોના આંકડા પણ જોઈ શકશો. જો તમે તમારી પસંદગીની ભાષા પસંદ કરી હોય તો આંકડા અને ગ્રાફિક્સ પણ તમે પસંદ કરેલી ભાષામાં હશે, એટલે કે જો તમે ઇચ્છો તો તમે ભોજપુરી અથવા મરાઠીમાં પણ ખેલાડીઓના આંકડા અને ગ્રાફિક્સ જોઈ શકશો.

રેસ્ટોરન્ટ, કોલેજ અને સોસાયટી સાથે પણ ટાઈ-અપ
જિયોએ મેટ્રો શહેરોમાં 3 લાખ સોસાયટી, 25 હજાર રેસ્ટોરાં અને લગભગ 10 હજાર કોલેજ સાથે ટાઈ- અપ કર્યું છે. અહીં ફેન પાર્ક બનાવીને LED અને મોટા ટીવી સ્ક્રીન પર ઓનલાઈન મેચો બતાવવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો જિયો સિનેમા મીડિયા કેબલ અને ફેન પાર્કની મદદથી, સ્ટાર ટીવી યુઝર્સને પણ પોતાનામાં સામેલ કરવાની યોજના બનાવી રહ્યું છે.

મનપસંદ એંગલ પસંદ કરી શકાશે
યુઝર્સ મેચ જોવા માટે તેમની પસંદગીનો એંગલ પણ પસંદ કરી શકશે. જિયો પાસે 360 ડીગ્રી એંગલમાં મેચ જોવા માટે 2 અલગ-અલગ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પણ લોન્ચ કરવાનું આયોજન છે. એક જિયો ડાઈવ અને બીજું જિયો ગ્લાસ હશે.

જિયો ડાઈવ બ્લૂટૂથ હેડફોન હશે, જેમાં યુઝર્સ સ્પષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાની કોમેન્ટરી સાંભળી શકશે. જ્યારે જિયો ગ્લાસ 3-D ચશ્માં જેવા હશે, યુઝર્સને હાઈ ક્વોલિટી સ્ટ્રીમને આ ચશ્માંની મદદથી તમે સ્ટ્રીમને તમામ એંગલમાં જોઈ શકશો.

મીડિયા કેબલ પણ લોન્ચ કરશે
જિયો ડાઈવ અને જિયો ગ્લાસ સાથે મીડિયા કેબલ પણ લોન્ચ કરવાની યોજના છે. આ કેબલની મદદથી તમે તમારા મોબાઈલને કોઈપણ જૂના ટીવી સાથે કનેક્ટ કરીને સ્માર્ટ ટીવી બનાવી શકાશે. આની મદદથી તમે ઈન્ટરનેટની મદદથી જ ટીવી પર મેચ જોઈ શકશો. આ માટે તમારે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાની જરૂર નથી.

અનેક એંગલથી રિપ્લે પણ જોઈ શકાશે
જિયો સિનેમા પર 50 ફ્રેમ પ્રતિ સેકન્ડની ઝડપે મેચ સ્ટ્રીમ કરવામાં આવશે, એટલે કે એક સેકન્ડમાં કેમેરા લગભગ 50 ફોટો ક્લિક કરશે. આની મદદથી ઘણા એંગલમાં રિપ્લે જોઈ શકાશે. એનાથી થર્ડ અમ્પાયરને નિર્ણય લેવામાં સરળતા રહેશે.

અમિતાભ બચ્ચન ક્વિઝના સવાલ પૂછશે
યુઝર્સ લાઈવ મેચ દરમિયાન કોમેન્ટેટર્સ સાથે ચેટ પણ કરી શકશે. IPL મેચો દરમિયાન કૌન બનેગા કરોડપતિ જેવી ક્વિઝ સ્પર્ધાઓ અને ઇનામ વિજેતા સ્પર્ધાઓ પણ રહેશે. જિયો ક્વિઝના સવાલ પૂછવા માટે અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલિવૂડ કલાકારો સાથે ટાઈ-અપ કરવાની યોજના બનાવી રહ્યું છે. ટાઈ-અપ સફળ થાય તો બોલિવૂડના બિગ બી આઈપીએલમાં ક્વિઝના સવાલ પૂછતા પણ જોઈ શકાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post