• Home
  • News
  • IPLના ટીવી-ડિજિટલ રાઈટ્સ રૂ. 44,075 કરોડમાં વેચાયા
post

એક મેચના ટીવી-ડિજીટલ રાઈટ્સથી રૂા. 107.5 કરોડની કમાણી : ઈંગ્લિશ પ્રીમિયર લીગ કરતાં પણ આગળ

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-14 10:28:57

મુંબઈ : ક્રિકેટરોને કરોડોની કમાણી કરાવવાની સાથે ક્રિકેટ વિશ્વમાં ધૂમ મચાવનારી આઇપીએલની મેચીસના ભારતીય ઉપખંડના ટીવી અને ડિજિટલ રાઈટ્સ આખરે બીજા દિવસે ઈ-હરાજીમાં રેકોર્ડ ૪૪,૦૭૫ કરોડમાં વેચાયા હોવાનો ખુલાસો સૂત્રોએ કર્યો હતો. જો કે, સત્તાવાર જાહેરાત હજુ બાકી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય ઉપખંડના ટીવી રાઈટ્સ ડિઝની-સ્ટારે આઇપીએલની આગામી પાંચ સિઝનના રાઈટ્સ રૂપિયા ૨૩,૫૭૫ કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે રિલાયન્સ-વાયકોમ૧૮એ રૂપિયા ૨૦,૫૦૦ કરોડમાં ભારતીય ઉપખંડના ડિજિટલ રાઈટ્સ મેળવ્યા હતા. આઇપીએલની ૨૦૨૩ થી ૨૦૨૭ની સિઝન સુધીની ૪૧૦ મેચીસ માટે આ રાઈટ્સ વેચવામાં આવ્યા હતા. 

આઇપીએલની આગામી પાંચ વર્ષની પ્રત્યેક મેચથી બીસીસીઆઇને માત્ર ટીવી-ડિજિટલ રાઈટ્સથી જ ૧૦૭.૫ કરોડની કમાણી થશે. આ સાથે આઇપીએલ પ્રતિ મેચ બ્રોડકાસ્ટિંગ ફીની રીતે ઈંગ્લિશ પ્રીમિયર લીગ તેમજ મેજર લીગબેઝબોલને પણ પાછળ રાખી દેશે. બીસીસીઆઇ પર નાણાંનો વરસાદ કરી રહેલા આઇપીએલના મીડિયા રાઈટ્સની હરાજી આવતીકાલે ત્રીજા દિવસે આગળ વધશે. જેમાં પ્રત્યેક સિઝનની પસંદગીની ૧૮ મેચીસના ડિજિટલ રાઈટ્સ માટે અને વિદેશી માર્કેટના ટીવી-ડિજિટલ રાઈટ્સ માટે બોલી લાગશે. 

એક રિપોર્ટ જણાવે છે કે, પ્રત્યેક સિઝનની પસંદગીની ૧૮ મેચીસ માટેની બોલી બીજા દિવસે આશરે ૧,૭૦૦ કરોડ પર અટકી ગઈ હતી. જે આવતીકાલે આગળ વધશે. પસંદગીની મેચીસમાં ઓપનિંગ મેચ, ફાઈનલ, પ્લે ઓફની ત્રણમેચીસ અને કેટલીક ડબલ હેડર મેચીસનો સમાવેશ થાય છે. 

આઇપીએલના ભારતીય ઉપખંડના ટીવી રાઈટ્સ ડિઝની-સ્ટારે રૂપિયા ૨૩,૫૭૫ કરોડમાં ખરીદ્યા હતા. જે અનુસાર પ્રતિ મેચ ટીવી રાઈટ્સથી બીસીસીઆઇને રૂપિયા ૫૭.૫ કરોડની કમાણી થશે. જ્યારે ભારતીય ઉપખંડના ડિજિટલ રાઈટ્સ રિલાયન્સ-વાયકોમ૧૮એ રૂપિયા ૨૦,૫૦૦ કરોડમાં ખરીદ્યા હતા. જે અનુસાર બીસીસીઆઇને પ્રતિ મેચ ડિજિટલ રાઈટસથી ૫૦ કરોડની કમાણી થશે. 

વર્ષ ૨૦૧૭માં સ્ટાર ઈન્ડિયાએ ૨૦૧૮ થી ૨૦૨૨ના આઇપીએલ મીડિયા રાઈટ્સ રૂપિયા ૧૬,૩૪૭.૫૦ કરોડમાં ખરીદ્યા હતા. જ્યારે આ વખતના મીડિયા રાઈટ્સની કિંમત અઢી ગણા વધી ગયા હતા.  આઇપીએલની હરાજીમાં કંપનીઓ વચ્ચેની ગળાકાપ સ્પર્ધામાં બીસીસીઆઇને જંગી ફાયદો થયો છે. આઇપીએલના રાઈટ્સની રેસમાં ઝી અને સોની પણ સામેલ હતા.

વિશ્વની હાઈપ્રોફાઈલ લીગ 

પ્રતિમેચ બ્રોડકાસ્ટીંગ ફીની રીતે 

નેશનલ ફૂટબોલ લીગ :       ૧.૭ કરોડ ડોલર

આઇપીએલ        :       ૧.૩૮ કરોડ ડોલર

ઈંગ્લિશ પ્રીમિયર લીગ :       ૧.૧ કરોડ ડોલર

મેજર લીગ બેઝ બોલ  :       ૧.૧ કરોડ ડોલર

એનબીએ   :       ૨૦ લાખ ડોલર

આઇપીએલ હરાજીની અપડેટ

ભારતીય ઉપખંડના ટીવી રાઈટ્સ

બેઝ પ્રાઈઝ        :       ૧૮,૧૩૦ કરોડ રૂા.

વેચાણ       :       ૨૩,૫૭૫ કરોડ રૂા.

પ્રતિ મેચ   :       ૫૭.૫ કરોડ રૂા.

વિજેતા      :       ડિઝની-સ્ટાર

ભારતીય ઉપખંડના ડિજિટલ રાઈટ્સ

બેઝ પ્રાઈઝ        :       ૧૨,૨૧૦ કરોડ રૂા.

વેચાણ       :       ૨૦,૫૦૦ કરોડ રૂા.

પ્રતિ મેચ   :       ૫૦ કરોડ રૂા.

વિજેતા      :       રિલાયન્સ-વાયકોમ ૧૮

આજે બોલી આગળ વધશે

ભારતીય ઉપખંડના ટીવી-ડિજિટલ રાઈટ્સ

બેઝ પ્રાઈઝ        :       ૩૦,૩૪૦ કરોડ રૂા.

વેચાણ       :       ૪૪,૦૭૫ કરોડ રૂા.

પ્રતિ મેચ   :       ૧૦૭.૫ કરોડ રૂા.

પસંદગીની 18 મેચના ડિજિટલ રાઈટ્સ

ઓપનિંગ મેચ, પ્લે ઓફની ત્રણ મેચ, ફાઈનલ અને ડબલ હેડરની કેટલીક મેચના રાઈટ્સ

પ્રથમ દિવસે :    આશરે ૧,૮૧૩ કરોડ રૂા.

પ્રતિ મેચ    :      ૧૮.૫ કરોડ રૂા.

* મિડીયા રિપોર્ટના આધારે રજૂ થયેલી વિગતો. સત્તાવાર જાહેરાત બાકી

વિદેશી માર્કેટના ટીવી-ડિજિટલ રાઈટ્સ

* ઓસ્ટ્રેલિયા-યુરોપ (યુકે સહિત)ના રાઈટ્સ રિલાયન્સ-વાયકોમે મેળવ્યા હોવાનો દાવો,

* પાંચ જુદા-જુદા વિભાગમાંથી ત્રણના વિજેતા નક્કી થઈ ગયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post