• Home
  • News
  • મોન્સૂન પછી વિદેશી ખેલાડીઓ સાથે IPL થઈ શકે છે, 14 દિવસનો કવોરન્ટીન પીરિયડ મોટી સમસ્યા: BCCI સીઈઓ
post

IPLના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સુંદર રમને કહ્યું કે, ટૂર્નામેન્ટ રદ્દ થાય તો વૈશ્વિક ક્રિકેટ આ નુકસાન સહન કરી શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:31:23

નવી દિલ્લી : બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન્ડિયા (BCCI)ને અપેક્ષા છે કે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) યોજાશે. BCCIના સીઈઓ રાહુલ જોહરીએ કહ્યું કે, વરસાદ (મોન્સૂન સીઝન) બાદ IPL થઈ શકે છે. વિદેશી ખેલાડીઓ પણ આમાં સામેલ થશે. રાહુલના મતે ટૂર્નામેન્ટ પહેલા 14 દિવસનું કવોરન્ટીન એક મોટી સમસ્યા રહેશે.

BCCIએ કોરોનાવાયરસ અને લોકડાઉનને કારણે 14 એપ્રિલના રોજ IPLને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી હતી. આ ટૂર્નામેન્ટ 29 માર્ચથી યોજાવાની હતી. હાલમાં બોર્ડ ટૂર્નામેન્ટ માટે વિંડો શોધી રહ્યું છે.

ઓક્ટોબર-નવેમ્બરમાં આઈપીએલ સરળ નહીં હોય
રાહુલે ટીએમસી સ્પોર્ટ્સ હડલ વેબિનર દરમિયાન જણાવ્યું હતું કે, IPL ચાહકો માટે એક શ્રેષ્ઠ મનોરંજન છે. આ ટૂર્નામેન્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં શક્ય હશે, પરંતુ તે એટલી સરળ હશે નહીં. અમારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ટૂર્નામેન્ટ પહેલા ફોરેન પ્લેયર્સને કવોરન્ટીન કરવા પડશે. એ જોવું પડશે કે તેની અમારા કાર્યક્રમ પર શુ અસર થશે. 

T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. જો રમતના દિગ્ગજોની વાત માની લેવામાં આવે તો વર્લ્ડ કપ રદ્દ થવાની સ્થિતિમાં જ IPL શક્ય બની શકે છે. જ્યારે વર્લ્ડ કપ સ્થગિત થવાની પૂરી સંભાવના છે.

IPLથી ક્રિકેટ જગતને 40 ટકા આવક મળે છે
IPL
ના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ સુંદર રમને કહ્યું કે, ટૂર્નામેન્ટ રદ્દ થતાં બીસીસીઆઈને નોંધપાત્ર આર્થિક નુકસાન થશે. વૈશ્વિક ક્રિકેટ આ નુકસાન સહન કરી શકશે નહીં. આઈપીએલમાં વૈશ્વિક ક્રિકેટની આવકનો આશરે 40 ટકા હિસ્સો છે. "

તાજેતરમાં જ BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યું હતું કે આઈપીએલ રદ્દ થવાને કારણે લગભગ 4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે.