• Home
  • News
  • આયર્લેન્ડે ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવ્યું:ડકવર્થ-લુઇસ નિયમ હેઠળ 5 રનથી ગુમાવી મેચ, વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ
post

ઈંગ્લેન્ડના ફાસ્ટર બોલર માર્કે વુડે ટી-20 વર્લ્ડ કપમાં ચાલુ સિઝનમાં સૌથી ફાસ્ટ બોલ નાખ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-26 14:51:56

બુધવારે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપમાં વધુ એક મોટો અપસેટ જોવા મળ્યો છે. 2010ની ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમ આયર્લેન્ડ સામે હારી ગઈ છે. 12માં નંબરની ટીમ આયર્લેન્ડે ઈંગલેન્ડને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ 5 રનથી હરાવી છે. વરસાદ આવ્યો ત્યારે ઈંગ્લેન્ડે 14.3 ઓવરમાં 105 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. મોઈન અલી (24) અને લિયામ લિવિંગ્સ્ટન (1) ક્રિઝ પર છે. આ પહેલા આયર્લેન્ડને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

આ રીતે આઉટ થયા ઈંગ્લેન્ડના બેટર

·         લિટિલે ડોસ બટલરની વિકેટ લીધી, લોર્કન ટક્કરે કેચ લીધો.

·         લિટલે તેમની બીજી ઓવરના ચોથા બોલ પર હેલ્સને આઉટ કર્યા.

·         બૈન સ્ટોક્સને બેન્ડે ક્લીન બોલ્ડ કર્યો, તેઓ 6 રન બનાવીને આઉટ થયા.

·         હેરી બ્રુક્સ ડોકરેલની શોર્ટ બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવા માંગતા હતા. પરંતુ ડિપ મેડવિકેટની દિશામાં ડેલાનીના હાથે કેચ થયા.

વુડે ફેંક્યો ટી-20 વર્લ્ડ કપનો સૌથી ફાસ્ટ બોલ
ઈંગ્લેન્ડના ફાસ્ટર બોલર માર્કે વુડે ટી-20 વર્લ્ડ કપમાં ચાલુ સિઝનમાં સૌથી ફાસ્ટ બોલ નાખ્યો છે. તેમના બોલની સ્પીડ 154KM/કલાકની આસપાસ હતી.

કેવી રીતે આયર્લેન્ડની વિકેટ પડી

·         માર્ક વૂડે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. જેને સ્ટર્લિંગે કટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડીપ થર્ડ મેચમાં સેમ કેરેનના હાથે કેચ થયો હતો.

·         બલબિર્નીએ બોલની દિશામાં શોટ રમ્યો અને નોન-સ્ટ્રાઈક પર રહેલા લોર્કન ટકર રન માટે ક્રિઝની બહાર નીકળી ગયા. દરમિયાન, ફોલો થ્રો પર, આદિલ રાશિદ બોલ ટચ કરવામાં સફળ રહ્યો અને બોલ સ્ટમ્પ પર અથડાયો.

·         વુડે 153 કિમી/કલાકની ઝડપે બોલ ફેંક્યો અને ઓફ-સ્ટમ્પની બહારનો બોલ ટેકરના બેટની કિનારીએ અડીને બટલરના ગ્લોવ્સમાં ગયો.

·         કેપ્ટન બલબિર્નીને ડીપ સ્ક્વેરની દિશામાં હેલ્સના હાથે કેચ પકડ્યો હતો. તે બોલને બાઉન્ડ્રી પાર કરી શક્યો ન હતો.

·         ડોકરેલને લિવિંગસ્ટને બોલ્ડ કર્યો હતો.

·         માર્ક વુડે કેમ્પરને બાઉન્સર ફેંક્યો અને તે કેચ આઉટ થયો.

ઈંગ્લેન્ડ માટે ખરાબ શરૂઆત
157
રનના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત સારી ન હતી. ટીમને શરૂઆતની ઓવરમાં જ મોટો આંચકો લાગ્યો હતો. તેમણે 29 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના બંને ઓપનર માત્ર 14 રન જ બનાવી શક્યા હતા. તેમણે એક રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી. અહીં કેપ્ટન અને બેટર જોસ બટલર શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે એલેક્સ હેલ્સે 5 બોલનાં એક ચોગ્ગાની મદદથી 7 રન બનાવ્યા હતા. બંને વિકેટ જોસ લિટલે લીધી હતી.