• Home
  • News
  • એક્ટર ઈરફાન ખાનનું નિધન,ICUમાં ચાલી રહી હતી સારવાર
post

બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનને હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 12:08:06

મુંબઈ : બોલિવુડ એક્ટર ઈરફાન ખાનના આઈસીયુમાં દાખલ થવાની ખબરે દરેકને ચોંકાવી દીધા હતા. અચાનક એક્ટરની તબીયત બગડવાના કારણે તેમને મુંબઈ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ઈરફાન ખાન છેલ્લા ઘણા સમયથી પેટની સમસ્યાથી પિડાઈ રહ્યા હતા. બોલિવૂડ સ્ટાર ઈરફાન ખાનને હાલમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા..

બાથરૂમમાં પડી ગયા હતા ઈરફાન ખાન

સૂત્રો પ્રમાણે મંગળવારે ઇરફાન બાથરૂમમાં પડી ગયા હતા. ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ અને નબળાઇની ફરિયાદ કરી હતી. જે બાદ ઇરફાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જો કે ઇરફાનને શું થયું અને શા માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેની પરિવાર તરફથી કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી ન હતી. ઇરફાન ઘણા સમયથી બિમાર રહેતા હતા. 53 વર્ષીય ઈરફાન ખાને માર્ચ, 2018માં ખુલાસો કર્યો હતો કે તેમને ન્યૂરોએન્ડોક્રાઇન ટ્યૂમર છે, જેની સારવાર માટે તે લંડન ગયો હતો.

વિદેશમાં સારવાર કરાવ્યા બાદ ઈરફાન ખાને અંગ્રેજી મીડિયમ ફિલ્મમાં કર્યું કામ

વિદેશમાંથી સારવાર કરાવીને ભારત પરત ફર્યા બાદ ઇરફાને અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતુ. તાજેતરમાં 25 એપ્રિલે ઇરફાન ખાનની માતા સઇદા બેગમનું જયપુર ખાતે નિધન થયું હતુ. તે સમયે અહેવાલ આવ્યા હતા કે લોકડાઉનના કારણે ઇરફાન પોતાની માતાની અંતિમ વિધીમાં જઇ શક્યો ન હતો. તેથી તેણે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જ માતાના અંતિમ દર્શન કર્યા હતા.