• Home
  • News
  • Air Strike જેવા મિશન માટે ભારતમાં સ્ટ્રાઈકર બનાવશે ઈઝરાયલી કંપની, ઈન્ડિયન આર્મી કરશે આતંકીઓનો સફાયો
post

Sky Striker ની મારક ક્ષમતા લગભગ 100 કિલોમીટર સુધી હશે, પરંતુ આ Sky Striker 20 કિલોમીટર દૂર સ્થિત લક્ષ્ય ક્ષેત્ર સુધી 10 મિનિટમાં પહોંચીને મિશનને અંજામ આપીને પાછું ફરી શકે છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-09-08 09:48:52

અમદાવાદઃ પુલવામા આતંકી હુમલા પછી ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીઓના ઠેકાણાને ધ્વસ્ત કરી દીધા હતા. આ પ્રકારના મિશન ભારતીય સેના માટે ભવિષ્યમાં પણ વધારે સરળ રહેશે. આવનારા દિવસોમાં ભારતીય સેના Sky Strikerથી સજ્જ હશે. જે એર સ્ટ્રાઈક જેવા ઓપરેશનને અંજામ આપવામાં મદદ કરશે. તે આત્મઘાતી ડ્રોનની જેમ કામ કરે છે અને વિસ્ફોટકો દ્વારા લક્ષ્યને ખત્મ કરી શકે છે.

ભારતને મળશે 100થી વધારે Sky Striker:
PBNS
ના રિપોર્ટ પ્રમાણે ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ જે રીતે 2019માં બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી. તેવી જ રીતે હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે. આથી સેનાએ 100થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે એક ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે.

શું છે સ્કાય સ્ટ્રાઈકર:
એલ્બિટ સિક્યોરિટી સિસ્ટમ્સ જણાવ્યા પ્રમાણે સ્કાય સ્ટ્રાઈકર એક ફરતું હથિયાર છે જે લાંબા અંતર સુધી સટીક અને સામરિક હુમલો કરવામાં સક્ષમ છે. કરાર પ્રમાણે આ સ્કાય સ્ટ્રાઈકરનું નિર્માણ બેંગલુરુમાં કરવામાં આવશે. જેનો ઉપયોગ બાલાકોટ જેવા મિશનમાં કરવામાં આવી શકાય છે. આ સશસ્ત્ર ડ્રોન સેનાની ફરતી યુદ્ધ સામગ્રીની આવશ્યકતાને પૂરી કરશે. આ એક પ્રકારનું માનવરહિત હવાઈ વિમાન છે. જે વિસ્ફોટક વોરહેડની સાથે લાઈન ઓફ વિઝન ગ્રાઉન્ડ લક્ષ્યો સાથે સંલગ્ન કરવા માટે બનાવવામાં આવ્યું છે.

કેવી રીતે કામ કરે છે સ્કાય સ્ટ્રાઈકર:
1.
સ્કાય સ્ટ્રાઈકર એક આત્મઘાતી ડ્રોનની જેમ કામ કરે છે. જે વિસ્ફોટકોની સાથે લક્ષ્યને મારીને પોતે પણ નષ્ટ થઈ જાય છે.
2.
તે 5 કિલો વોરહેડની સાથે નિર્દિષ્ટ લક્ષ્યોની માહિતી મેળવીને તેના પર હુમલો કરી શકે છે.
3.
તે ખૂબ જ ધીમા અવાજની સાથે ઓછી ઉંચાઈ પર ઉડી શકે છે, જે તેને મૌન, અદ્રશ્ય અને આશ્વર્યજનક હુમલાખોર બનાવે છે.
4.
તેની મારક ક્ષમતા લગભગ 100 કિલોમીટર સુધી હશે, પરંતુ આ Sky Striker 20 કિલોમીટર દૂર સ્થિત લક્ષ્ય ક્ષેત્ર સુધી 10 મિનિટમાં પહોંચીને મિશનને અંજામ આપીને પાછું ફરી શકે છે.
5.
લોન્ચ કરતાં પહેલાં તેને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પર લોડ કરવામાં આવે છે.
6.
તેનો પોતાના લક્ષ્યને મારવાનો પ્રકાર પણ અલગ છે. કેમ કે તે ઉડાન ભર્યા પછી પહેલાં લક્ષ્યને ચારેબાજુ ચક્કર લગાવે છે અને પછી ગ્રાઉન્ડ કંટ્રોલ રૂમની મંજૂરી મળ્યા પછી લક્ષ્ય પર ટાર્ગેટ કરે છે.
7.
તેને લોન્ચ કર્યા પછી ગ્રાઉન્ડ કંટ્રોલ રૂમ લક્ષ્ય પણ બદલી શકે છે અને કોઈપણ મિશનને રદ કરીને તેને પાછું પણ બોલાવી શકે છે.

100થી વધારે ડ્રોન માટે ડીલ:
જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ સીઆરપીએફના એક કાફલા પર આત્મઘાતી હુમલાનો બદલો લેવા માટે 12 દિવસ પછી ભારતીય વાયુસેનાના યુદ્ધ વિમાનોએ 26 ફેબ્રુઆરી 2109ની સવારે 3:30 કલાકે બાલાકોટમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાને નષ્ટ કરી દીધા હતા. તેને બાલાકોટ એર સ્ટ્રાઈકના નામથી ઓળખવામાં આવે છે. હવાઈ હુમલા માટે ભારતીય સેના પોતાને મજબૂત કરવા માગે છે. આથી સેનાએ 100થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે 100 કરોડ રૂપિયાની ડીલ કરી છે. બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે.

વાયુસેનાની બાજ નજર વધારશે રડાર:
આલ્ફા ડિઝાઈનના સંયુક્ત યુનિટને ભારતીય સેનાના કરાર ઉપરાંત ભારતીય વાયુસેના પાસેથી પણ બે વધુ રક્ષા કરાર મળ્યા છે. પહેલાં કરારમાં 6 અતિ ઉચ્ચ ક્ષમતાવાળા રડારનો સમાવેશ થાય છે. ભારતીય વાયુ સેના લાંબા અંતરનું રડાર પી-18નું સંચાલન કરી રહી છે. જેની મર્યાદા 200 કિલોમીટર સુધી છે. નવા રડાર ભારતીય વાયુસેનાની બાજ નજરની ક્ષમતાને વધારશે. બીજો કરાર દોસ્ત કે દુશ્મનની ઓળખ કરનારી 60 સિસ્ટમ માટે કરવામાં આવે છે. જેને જમીની રડારની સાથે એકીકૃત કરવામાં આવશે. ડીઆરડીઓ અંતર્ગત સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ્સે તેને વિકસિત કર્યું છે. તેના પછી આ ટેકનોલોજી આલ્ફા, બીઈએલ અને ડેટા પેટર્ન કંપનીઓને સ્થાનાંતરિત કરવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post