• Home
  • News
  • રાજકોટના ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસિએટ પર ITના દરોડા, 150 અધિકારીઓની ટીમ 15થી વધુ જગ્યાએ ત્રાટકી
post

રાજકોટના પ્રતિષ્ઠિત જવેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રુપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 19:05:06

માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ ચાલુ નાણાકીય વર્ષનું બીજું મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના ટોચના બિલ્ડર્સ લોબી પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉધોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ ઇન્વેસ્ટીગેશનની વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીઓની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાયનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટના પ્રતિષ્ઠિત જવેલર્સને ત્યાં દિવાળી પહેલા દરોડા સાથે કરોડો રુપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી હતી ત્યારે આજની આ સર્ચ ઓપરેશનની કામગીરી બાદ પણ બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરુ
રાજકોટ આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ કમિશનર દ્રૌપસિંગ મીણાના નેતૃત્વ હેઠળ વહેલી સવારથી રાજકોટમાં આશરે 15 જેટલી જગ્યાઓ પર ટીમ ત્રાટકી હતી. આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ ઉપરાંત ગુજરાતમાંથી પણ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેમાં સમગ્ર ટીમને ગઇકાલે સાંજે અમદાવાદ મોકલી ત્યારબાદ આજે વહેલી સવારે રાજકોટ આવી હતી. વહેલી સવારે 6 વાગ્યે જ આવકવેરાની ટીમ દિલીપ લાડાણી અને વિનેશ પટેલ તેમજ તેના ભાગીદારોને ત્યાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધરી દીધું છે.

અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવ્યા
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આવકવેરાની ટીમ આજે વહેલી સવારથી ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેકટ જેમ કે, ઓર્બીટ ટાવર, ઓર્બીટ રોયલ ગાર્ડન સહિતના પ્રોજેકટ. આ પ્રોજેકટમાં રહેલા તેમના ભાગીદાર અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેના ટ્વીન ટાવર પ્રોજેકટમાં ભાગીદાર રહેલા મયુર રાદડિયા, દાનુભા જાડેજા(દોમડા), ફાયનાન્સર મહિપતસિંહ ચુડાસમા સહિત સંકળાયેલા અનેક લોકો ઇન્કમટેકસની રડારમાં આવી ગયા છે અને વિવિધ પ્રોજેકટની ઓફિસ, બિલ્ડરોના નિવાસસ્થાન સહિતની 15થી વધુ જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે.





adv

Related News

post
post
post
post
post
post
post