• Home
  • News
  • અશ્વિને કહ્યું- બોલ પર લાળ લગાવવી મારી આદત, તેને છોડવી અઘરી: કમિન્સે કહ્યું- આનો કોઈ બીજો વિકલ્પ હોવો જરૂરી
post

અશ્વિને ઈન્સ્ટાગ્રામ પર દિલ્હી કેપિટલ્સ સાથે ચેટ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-22 11:33:35

કોરોનાવાયરસ પછી ક્રિકેટમાં ઘણા બદલાવ આવશે. તાજેતરમાં, અનિલ કુંબલેની આગેવાનીવાળી આઇસીસી ક્રિકેટ કમિટીએ બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. તેના પર વિશ્વભરના તમામ દિગ્ગજો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને કહ્યું કે બોલ પર લાળ લગાવવી તેની આદત છે. તેને છોડવી ખૂબ મુશ્કેલ રહેશે. જ્યારે, ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સે લાળની જગ્યાએ બીજા વિકલ્પની માંગ કરી છે.

અશ્વિને ઈન્સ્ટાગ્રામ પર દિલ્હી કેપિટલ્સ સાથે ચેટ કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, "મને ખબર નથી કે હું મેદાનમાં ક્યારે પાછો ફરીશ. મારા માટે લાળ લગાડવી સ્વાભાવિક છે. આ ટેવ છોડવા માટે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. જો આપણે સાથે રહેવું હોય તો આપણે પ્રયાસ કરવો પડશે અને નવા નિયમ અપનાવવા પડશે."

બીજીતરફ, પેટ કમિન્સે કહ્યું કે, "જો લાળનો ઉપયોગ બંધ થાય તો અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ હોવો જોઈએ. પરસેવાનો ઉપયોગ કરવો ખરાબ નથી પરંતુ મને લાગે છે કે અમારી પાસે અન્ય કોઈ વસ્તુ હોવી પણ જરૂરી છે. પછી તે વેક્સ કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ હોય શકે છે. અમારે કોઈપણ રીતે બોલને ચમકાવવાનો હોય છે અને હું ખુશ છું કે તેમણે પરસેવાનો ઉપયોગ કરવા માટે છૂટ આપી છે."