• Home
  • News
  • વટવા GIDCની આગ બુઝાવતાં હજુ દોઢ દિવસ લાગશે, આંખ-ચામડીની બળતરાને લીધે ફાયર જવાનો બિલ્ડિંગની અંદર જઈ શકતા નથી
post

ચાર લાખ લિટર પાણીનો મારો કરી 5માંથી બે માળ સુધીની આગ કાબૂમાં લેવાઈ

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-11 10:49:57

વટવા જીઆઈડીસી ફેઝ-2માં જેકસન ડાયકેમમાં બે દિવસ પછી પણ હજુ આગ કાબુમાં આવી નથી. જેકસનના 5 માળમાં પાઉડર ફોર્મમાં ભરેલા કેમિકલમાં પાણી ભળવાથી આંખોમાં અને ચામડીમાં સતત બળતરા થતી હોવાથી ફાયરના જવાનો પણ અંદરથી આગ ઓલવવાના બદલે બહારથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે પણ ચાર લાખ લિટર પાણીનો ઉપયોગ કરી પાંચમાંથી બે માળ સુધીની આગ પર કાબૂ મેળવી શકાયો છે. સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવા માટે વધુ એકથી દોઢ દિવસનો સમય લાગી શકે છે તેમ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું કહેવું છે.

માતંગી ઈન્ડસ્ટ્રીઝ-યુનિટ 1માં સોલવન્ટ અને ડાઈઝ મટીરિયલ્સમાં મંગળવારે મધરાતે આગ લાગી હતી. અહીં થયેલા બ્લાસ્ટને કારણે તે આગ બાજુમાં આવેલી જેક્સન ડાયકેમ સહિત અન્ય બે ફેકટરીમાં પણ લાગી હતી. જોકે માતંગી સહિત અન્ય બે મળી કુલ 3 ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી અને તે આગ પર 16 કલાકે ફાયરવિભાગે કાબૂ મેળવી લીધો હતો, પરંતુ જેક્સન ડાયકેમના સાત માળના બિલ્ડિંગમાં પાંચ માળ સુધી પાઉડર ફોર્મમાં કેમિકલ ભરેલું છે અને બિલ્ડિંગ ખૂબ જ બંધિયાર હોવાના કારણે ફાયરના જવાનો અંદર જઈને આગ બુઝાવી શકે તેમ નથી. આના કારણે અહીં 25 થી 30 ફાયરના જવાનોની આઠ-આઠ કલાકની શિફ્ટ ગોઠવી દેવામાં આવી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post