• Home
  • News
  • કાશ્મીરના બારામૂલામાં સુરક્ષાદળો પર આતંકી હુમલો;1 પોલીસ ઓફિસર શહીદ, CRPFના 2 જવાન ઘાયલ
post

4 દિવસમાં સુરક્ષાદળો પર આતંકી હુમલાની બીજી ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-17 11:57:48

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના કરીરી વિસ્તારમાં આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું છે. વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. ચાર દિવસમાં પોલીસ પર આતંકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહિદ થયા હતા.

ચાર દિવસમાં પોલીસ પર આંતકી હુમલાની આ બીજી ઘટના છે. 14 ઓગસ્ટે નૌગામમાં આતંકીઓના ફાયરિંગમાં 2 પોલીસકર્મી શહીદ થયા હતા. છેલ્લા ઘણા દિવસોમાં પોલીસ પાર્ટી અને સેનાના કાફલા પર આતંકી હુમલા વધી ગયા છે. 12 ઓગસ્ટે બારામૂલાના સોપોરમાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો, જેમાં એક જવાન ઘાયલ થયો હતો. આતંકીઓએ CRPF અને પોલીસની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવ્યા હતા.

દોઢ મહિના પહેલા CRPF પાર્ટી પર હુમલો થયો હતો
બારામૂલા જિલ્લાના સોપોર વિસ્તારમાં 1 જુલાઈ પણ CRPF ની પાર્ટી પર આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલામાં એક જવાન શહીદ થયો અને 3 ઘાયલ થયા હતા.આતંકીઓના ફાયરિંગના સંકજામાં આવેલા એક નાગરિકનું પણ મોત થયું હતું. માર્યા ગયેલા વ્યક્તિ સાથે તેમનો 3 વર્ષનો પૌત્ર પણ હતો. સિક્યોરિટી ફોર્સે બાળકને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post