• Home
  • News
  • અમદાવાદને શાકભાજી પૂરું પાડતી જમાલપુર APMC 15મી સુધી બંધ
post

33 ટકા વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરીનો ઉગ્ર વિરોધ થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-30 10:52:04

અમદાવાદ: શહેરના એપીએમસી શાકમાર્કેટને પોલીસે કોરોનાને કારણે મંજૂરી ન આપતા હોલસેલ વેપારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જેના પગલે સોમવારે શહેરને રોજનું 7થી 8 હજાર ટન શાક પૂરું પાડતી એપીએમસી શાકમાર્કેટ સંદતર બંધ રાખવી પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટક બજારમાં શાકભાજીનાં ભાવ આસમાને પહોંચી ગયા હતા. પોલીસે એપીએમસીને 15 જુલાઇ સુધી બંધ રાખવાનો મૌખિક હુકમ કર્યો છે. શહેરને શાકભાજી પૂર પાડતી એપીએમસીના વેપારીઓ માટે  વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા શાકભાજી મળતા બંધ થઈ ગયા છે. 

જમાલપુર શરૂ કરતા પહેલાં પોલીસે માત્ર 33 ટકા વેપારીઓ અને કર્ફ્યૂના સમયનું પાલન કરવા જણાવ્યું હતું. જરૂરી વસ્તુઓ માત્ર 33 ટકા વેપારીઓ અને કર્ફ્યૂના સમય સાથે ન કરી શકવાની રજૂઆત કરવા છતાં પોલીસ મંજૂરી આપી ન હોતી. અંતે વેપારીઓએ સોમવારથી હડતાળ પાડીને ન્યાય આપવા સરકારને રજૂઆત કરી હતી. 

એ બધું જે તમે જાણવા માંગો છો
પ્રશ્ન : શાકભાજીના પુરવઠા માટે વૈકલ્પિક વ્યવસ્થા શું
જવાબ: શાકભાજીના પુરવઠા માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી. 

ભાવ પર શું અસર પડશે?

·         શાકભાજીના ભાવમાં પહેલા દિવસે રૂ. 5થી 30 નો વધારો થયો હતો.

·         એપીએમસી આવતાં ખેડૂતો સીધું વેચાણ કરી શકશે?

·         ખેડૂતો સીધું વેચાણ કરી શકે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post