• Home
  • News
  • ઉરી સેક્ટરમાં ભારતીય સેનાની જવાબી કાર્યવાહી, 2 પાકિસ્તાની સૈનિક ઠાર
post

જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બુધવારે પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-26 12:53:00

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર બુધવારે પાકિસ્તાનના હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની ચેક પોસ્ટ પર શેલ અને મોર્ટાર છોડ્યા હતા. પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું કે ભારતની કાર્યવાહીમાં પીઓકેના દેવા સેક્ટરમાં તેમના 2 સૈનિક તેમના બે સૈનિકો ઠાર મરાયા હતા. આ પહેલા પાકિસ્તાની સૈનિકોએ ઉરી સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં એક સૂબેદાર અને મહિલાના મોત થયા હતા.

પાકિસ્તાનમાં ઉરી સિવાય બુધવારે પુંછના શાહપુર અને કિર્ની સેક્ટરમાં પણ ગોળીબાર કર્યો હતો. આ પહેલા રવિવારે પણ નૌશેરા સેક્ટરમાં LOC પર પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરાયું હતું.

પાકિસ્તાન સામાન્ય નાગરિકોના રહેણાક વિસ્તારોને મોર્ટારથી નિશાન બનાવે છે. 21 અને 22 ડિસેમ્બરની રાતે પણ પાકિસ્તાની સેનાએ મેંઢર, કૃષ્ણા ઘાટી અને પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન તરફથી ગોળીબારન ઘટનાઓ વધી છે.

છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તંગધાર અને કંજલવાડ સેક્ટરમાં ગોળીબાર કરી રહ્યું છે. 21 ડિસેમ્બરે રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં LOC પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના સુંદરબની સેક્ટરમાં પણ પાકિસ્તાનની બેટ ટીમે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક જવાન શહીદ થયો હતો. જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના બે સૈનિક ઠાર મરાયા હતા.