• Home
  • News
  • Jamnagar: ઉમેદવારોનું ભાવિ EVM માં થયું કેદ, આવતીકાલે થશે મતગણતરી
post

રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-22 10:02:58

જામનગર: રાજ્યમાં રવિવારે 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા. તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. મતદાન દરમિયાન ક્યાંક ઇવીએમ મશીન ખોટવાયા હતા, તો ક્યાંક નાની મોટી અથડામણ સર્જાઇ હતી. એકદંરે 6 મહાનગરપાલિકામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડ ની 64 બેઠકો માટે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને સાંજે 6 વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ચૂંટણી આયોગના આંકડા અનુસાર 53.38ટકા જેટલું મતદાન નોંધાયું છે. જો કે કોરોનાને કારણે મતદાન પ્રમાણમાં ધીમું રહ્યું હતું. આ ઉપરાંત યુવાનોમાં પ્રમાણમાં ખુબ જ નિરસતા રહી હતી. તેઓ મતદાન કરવા માટે જ આવ્યા ન હોય તેવો માહોલ હતો. તમામ પક્ષો દ્વારા તમામ પ્રયાસો છતા પણ મતદાન થયું નહોતું. 

જામનગર મનપમાં કુલ 236 જેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે રવિવારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસરની નિગરાની હેઠળ મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીનોને સીલ કરવામાં આવ્યા છે. સાંજે છ વાગ્યા સુધીમાં સરેરાશ 44.99 ટકા મતદાન થયું હતું. 

સૌથી વધારે જામનગર 53.38 અને સૌથી ઓછું અમદાવાદમાં 42.31 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં 49.46, રાજકોટમાં 50.72, વડોદરામાં 47.84 અને સુરતમાં 47.14 ટકા મતદાન થયું હતું. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની બેઠકોની પેટાચૂંટણીમાં 51.85 ટકા મતદાન થયું છે. 

ઈવીએમ મશીનોને સીલ કર્યા બાદ રીસીવિંગ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા અને ત્યાં સ્ટ્રોંગ રૂમની નિગરાની હેઠળ આ ઈવીએમ મશીનોને રાખવામાં આવશે. આગામી 23 તારીખના રોજ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે થયેલ મતદાનના મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post