• Home
  • News
  • US ઓપન ફાઇનલ:જાપાનની ઓસાકાએ અઝારેન્કાને હરાવી ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું, પહેલો સેટ હાર્યા પછી 26 વર્ષમાં ફાઇનલ જીતનાર પ્રથમ ખેલાડી બની
post

જાપાનની નાઓમી ઓસાકાએ US ઓપનની ફાઇનલમાં વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-14 10:42:19

જાપાનની વર્લ્ડ નંબર 9 નાઓમી ઓસાકાએ US ઓપનનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી. ઓસાકા ત્રણ વર્ષમાં બીજી વખત US ઓપન જીતી છે. તે 26 વર્ષમાં પહેલો સેટ ગુમાવ્યા બાદ ફાઇનલ જીતનાર પ્રથમ ખેલાડી છે. આ પહેલા 1994માં સ્પેનના અરાંતજા સંચેઝ વિકારિઓએ સ્ટેફિ ગ્રાફ સામે પહેલો સેટ ગુમાવ્યા બાદ ફાઇનલમાં જીત મેળવી હતી.

ઓસાકાને પ્રાઇઝ મની રૂપે 3 મિલિયન ડોલર (આશરે 22 કરોડ 54 લાખ રૂપિયા) મળ્યા. જો કે, પાછલા વર્ષ કરતા તેમાં 8.50 લાખ ડોલર (લગભગ 6 કરોડ 36 લાખ) નો ઘટાડો થયો છે

ઓસાકા પહેલો સેટ 1-6થી હારી ગઈ હતી. પરંતુ પછી શાનદાર વાપસી કરતા બીજા બે સેટ જીતીને મેચ પોતાના નામે કરી હતી. 22 વર્ષીય ઓસાકાનો આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે

ઓસાકા 2018માં પ્રથમ વખત US ઓપન જીતી હતી

·         આ પહેલા ઓસાકાએ 2018માં US ઓપનમાં જીત મેળવી હતી. ત્યારે તેણે 6 વખતની વિજેતા સેરેના વિલિયમ્સને હરાવી હતી.

·         એક વર્ષ પછી તેણે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો. ઓસાકાએ સેમિફાઇનલમાં જેનિફર બ્રાડીને 7-6 (1), 3-6, 6-3થી હરાવી.

·         અઝારેન્કા 7 વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચી હતી. તેની પાસે ત્રીજો ખિતાબ જીતવાની તક હતી.

·         તે 2012 અને 2013માં સતત બે વર્ષ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રહી ચૂકી છે.

·         બેલારુસની ખેલાડીએ ગયા મહિને જ વેસ્ટર્ન અને સધર્ન ઓપન (સિનસિનાટી માસ્ટર્સ) ટાઇટલ જીત્યું હતું.

·         તેની ફાઇનલ ઓસાકા સામે થવાની હતી, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે જાપાની સ્ટાર ફાઇનલથી ખસી ગઈ અને અઝારેન્કાને ચેમ્પિયન જાહેર કરાઈ હતી.

વિવાદ વિના મેચ સમાપ્ત કરવા માગતી હતી

·         ઓસાકાએ કહ્યું કે મે હંમેશાં દરેકને મેચ પોઇન્ટ પછી અધિકારીઓ સાથે ઝઘડતા જોયા છે.

·         આવી સ્થિતિમાં, મને લાગે છે કે તમે આમાં પોતાને નુકસાન કરી શકો છો. તેથી હું ઇચ્છતી હતી કે હું મેચ સુરક્ષિત રીતે સમાપ્ત કરી શકું.

નિરાશ નહીં પણ હારવાનું દુઃખ છે

·         અઝારેન્કાએ કહ્યું કે હું નિરાશ નથી. જો કે, હારવાનું દુઃખ છે. હું નજીક હોવા છતાં જીતી શકી નહીં. હું તેના વિશે વધુ વિચારતી તો નથી?

·         હું પરિણામના લીધે પોતાને બદલીશ નહિ. આ માત્ર એક અનુભવ હતો. મેં આ બે અઠવાડિયા દરમિયાન ખૂબ આનંદ માણ્યો.