• Home
  • News
  • જાપાની તલવારબાજ રેયો મિયાકી ફિટનેસ અને પૈસા માટે ફૂડ ડિલિવરી બોય બન્યા, લંડન ઓલિમ્પિકમાં સિલ્વર જીતી ચૂક્યા છે
post

મિયાકીએ કહ્યું, તલવારબાજીનો અભ્યાસ પાર્ટનર વગર સંભવ નથી, અત્યારે જિમ પણ બંધ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 11:53:54

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશને કોરોનાવાયરસને કારણે ટોક્યો ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરી છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી લોકડાઉનમાં છે. આને કારણે, મોટાભાગના દેશોમાં સ્પોર્ટ્સ સેન્ટર અને પ્રેક્ટિસ બંધ છે. આવી સ્થિતિમાં જાપાની તલવારબાજ રેયો મિયાકી ફિટનેસ અને પૈસા માટે ફૂડ ડિલિવરી બોય બની ગયા છે. તેઓ લંડન ઓલિમ્પિક 2012ની ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે.

મિયાકીએ ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે તલવારબાજીનો અભ્યાસ પાર્ટનર વિના શક્ય નથી. આ દિવસોમાં જિમ પણ બંધ છે. આવી સ્થિતિમાં ફિટનેસ માટે ફૂડ ડિલીવરી બોય બની ગયો હતો. રેસ્ટોરન્ટથી સાઇકલ દ્વારા લોકોના ઘરે ફૂડ પહોંચાડી રહ્યો હતો.નોકરી સરળતાથી મળી રહી છે.


સ્વોર્ડસમેને કહ્યું, સાયકલિંગ ચલાવવાથી બોડીમાં ફ્લેકસીબ્લિટી રહે છે. આ સાથે કમાણી પણ થાય છે. જો લોકડાઉન ખુલ્યા પછી ટોક્યો ઓલિમ્પિક્સ થાય છે, તો પછી ટ્રીપ માટે ઘણા પૈસાની જરૂર પડશે, તેથી હું પૈસા પણ ભેગા કરી રહ્યો છું. આ દિવસોમાં ફૂડ ડિલિવરી બોયની વધુ માંગ છે. આવી સ્થિતિમાં નોકરી સરળતાથી મળી રહે છે. હું આ નોકરીનો સંપૂર્ણ આનંદ લઇ રહ્યો છું. "

મિયાકીએ કહ્યું, 'કંપનીની ફૂડ પોલિસી હેઠળ ખાવાનું ઘરના દરવાજાની બહાર રાખવું પડે છે. આવામાં, કોરોના ચેપનું જોખમ ઓછું છે. જોકે ફૂડ લેવા રેસ્ટોરન્ટમાં જવું પડે છે. તે સમય દરમિયાન જ તે રેસ્ટોરન્ટ સ્ટાફના સંપર્કમાં આવે છે. "મિયાકી આ દિવસોમાં તેના સ્પોન્સર્સને પૈસા રોકવા કહ્યું છે. તેઓ ફૂડ કંપનીમાંથી આજીવિકા મેળવવામાં સક્ષમ છે.

ઓલિમ્પિકને લઈને હજુ પણ સસ્પેન્સ યથાવત છે
મિયાકીએ કહ્યું, "હાલના કિસ્સામાં તલવારબાજી શક્ય નથી, કારણ કે તે પાર્ટનર વિના થઈ શકે નહીં. ટોક્યો ઓલિમ્પિક્સ કોરોનાને કારણે એક વર્ષ સુધી સ્થગિત કરવામાં આવી હતી, જે હવે 2021 માં થશે. તે જ સમયે, ઘણી ફેન્સીંગ ટૂર્નામેન્ટ્સ રદ્દ કરવામાં આવી છે. આ ક્યારે થશે તે કોઈને ખબર નથી. મને ખબર નથી કે ક્વોલિફાય કરવા અંગે ફેડરેશનના નિયમો શું હશે.’’