• Home
  • News
  • જેસન રોય KKR સાથે જોડાયો:શ્રેયસ અય્યરની જગ્યાએ ટીમમાં જોડાયો, ફ્રેન્ચાઇઝીએ 2.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો
post

શાકિબના કહેવા પ્રમાણે, તેણે હજુ બાંગ્લાદેશ માટે આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-05 19:17:34

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઇંગ્લેન્ડના જેસન રોયનો ટીમમાં સમાવેશ કર્યો છે. KKRIPL 2023 માટે જેસન રોયને 2.8 કરોડ રૂપિયામાં કરારબદ્ધ કર્યા છે. KKRનો શ્રેયસ અય્યર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને સિઝન માટે તેની અનુપલબ્ધતાની પુષ્ટિ કરી છે.

શાકિબના કહેવા પ્રમાણે, તેણે હજુ બાંગ્લાદેશ માટે આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. આ પછી, અંગત કારણોસર, તે આ વર્ષે ટૂર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. બીજી તરફ KKR અને બાંગ્લાદેશ ટીમનો ખેલાડી લિટન દાસ પણ આયર્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યા બાદ જ KKR કેમ્પમાં જોડાશે.

જેસન રોય છેલ્લે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો
જેસન રોય અગાઉ 2017 અને 2018 સિઝનમાં જોવા મળ્યો હતો, છેલ્લે તે 2021 સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. વર્ષ 2021માં, તેણે પાંચ મેચ રમી, જેમાં એક અડધી સદી સહિત 150 રન બનાવ્યા હતા. 32 વર્ષીય ખેલાડીએ ઇંગ્લેન્ડ માટે 64 T20I રમી છે, જેમાં 8 અર્ધસદી સાથે 137.61ના સ્ટ્રાઈક રેટથી 1522 રન બનાવ્યા છે.​​​​​​​

શાકિબને KKR1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો
IPL 2023
ના ઓક્શનમાં KKRએ શાકિબ અલ હસનને 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ફ્રેન્ચાઇઝી અને શાકિબ વચ્ચે સિઝનની શરૂઆત પહેલા જ અટકળો ચાલી રહી હતી. BCB એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શાકિબ અને લિટન દાસને છોડવાનો ઈન્કાર કરી દીધો છે. જેથી બંને મીરપુર ટેસ્ટનો ભાગ બની શકે. જોકે શરૂઆતમાં ફ્રેન્ચાઇઝીને લાગ્યું હતું કે શાકિબ અને દાસ ટેસ્ટ મેચ છોડીને KKRનો હિસ્સો બની શકે છે, પરંતુ એવું થયું નહીં.​​​​​​​

 

 

adv

Related News

post
post
post
post
post
post
post