• Home
  • News
  • જસપ્રીત બુમરાહની પાસે કપિલ દેવનો રેકોર્ડ તોડવાની તક, પૂરી કરશે વિકેટોની સદી
post

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ: ભારતના ઝડપી બોલર કપિલ દેવે ટેસ્ટમાં સૌથી ઝડપી 100 વિકેટ ઝડપી છે. ઓવરઓલભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ યાદીમાં નંબર વન પર છે. જેણે માત્ર 19 ટેસ્ટમાં જ આ સિદ્ધિ હાંસલ કરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-18 10:23:20

નવી દિલ્લી:  ડેથ ઓવર્સના સ્પેશિયાલિસ્ટ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ઈંગ્લેન્ડ પ્રવાસમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી શકે છે. બુમરાહ તેની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ દ્વારા કરશે. 18 જૂનથી સાઉથમ્પટનના રોઝ બાઉલમાં રમાનારી WTC ફાઈનલમાં બુમરાહ કેપ્ટન વિરાટ કોહલી માટે મુખ્ય હથિયાર રહેશે. ભારતીય ટીમે ફાઈનલ મેચ માટે પોતાના સુપર ઈલેવન ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં બુમરાહ પણ છે.

19 ટેસ્ટમાં 83 વિકેટ:
આ વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલ 27 વર્ષીય બુમરાહે અત્યાર સુધી 19 ટેસ્ટ મેચમાં કુલ 83 વિકેટ ઝડપી છે. IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમનારા બુમરાહ પાસે દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવના લાંબા સમયથી અતૂટ રહેલાં ભારતીય રેકોર્ડને તોડવાની તક છે.

કપિલ દેવે 25 ટેસ્ટમાં પૂરી કરી હતી વિકેટની સદી:
કપિલ દેવના નામે ભારતીય પેસર્સ તરીકે ટેસ્ટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેવાનો રેકોર્ડ છે. કપિલ દેવે આ સિદ્ધિ 25 ટેસ્ટ મેચમાં મેળવી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે 28 ટેસ્ટમાં સદી પૂરી કરી હતી. જ્યારે બુમરાહના સાથી પેસર મોહમ્મદ શમી આ યાદીમાં ત્રીજા નંબર પર છે. શમીએ 29 ટેસ્ટમાં 100 વિકેટ ઝડપી છે. બુમરાહ ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત ન્યઝીલેન્ડ સામે WTC ફાઈનલથી કરશે. તેના પછી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિ જોતાં આ પ્રવાસમાં બુમરાહ 17થી વધારે વિકેટ ઝડપી શકે છે. એવામાં તે કપિલ દેવનો રેકોર્ડ તોડી શકે છે અથવા તેની બરોબરી કરી શકે છે.

અશ્વિન છે નંબર વન:
ભારત તરફથી ઓવરઓલ સૌથી ઝડપી 100 ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે છે. અશ્વિને માત્ર 19 ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના પછી દિગ્ગજ સ્પિનર ઈરાપલ્લી પ્રસન્નાએ 20 ટેસ્ટમાં, અનિલ કુંબલેએ 21 ટેસ્ટમાં, સુભાષ ગુપ્તેએ 23 ટેસ્ટમાં, વીનુ માંકડે 23 ટેસ્ટમાં અને રવિન્દ્ર જાડેજાએ 24 ટેસ્ટમાં 100 વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી છે.