• Home
  • News
  • જસપ્રીત બુમરાહ T-20 વર્લ્ડ કપમાંથી બહાર:BCCIની મેડિકલ ટીમે સ્કેન રિપોર્ટ જોયા બાદ નિર્ણય લીધો, રિપ્લેસમેન્ટ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે
post

જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની T-20 સિરીઝમાં વાપસી થઈ હતી.

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 19:16:04

તમામ અટકળો વચ્ચે હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં આ મહિને શરૂ થઈ રહેલા T-20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને બુમરાહની બહાર થવાની માહિતી આપી છે. સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બોર્ડની મેડિકલ ટીમે બુમરાહના બહાર થવાની પુષ્ટિ કરી હતી. વર્લ્ડ કપ માટે બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

ગાંગુલીના નિવેદનથી અટકળો વધી હતી
ચાર દિવસ પહેલા પણ બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહ ઈજાના કારણે વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જઈ શકશે નહીં. પરંતુ આ પછી બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે બુમરાહ હજુ સુધી ટીમમાંથી આઉટ થયો નથી અને વિગતવાર રિપોર્ટ આવ્યા બાદ અને નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી જ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવશે.

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં વાપસી કરી હતી
જસપ્રીત બુમરાહ એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી તેણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની T-20 સિરીઝમાં વાપસી થઈ હતી. જો કે તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તેને બીજી મેચમાં તક મળી અને શાનદાર બોલિંગ કરી હતી. મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને યોર્કર બોલ પર બોલ્ડ કર્યો હતો. જે બાદ ફિન્ચે બુમરાહની પ્રશંસા કરી હતી. ત્યાર પછીની મેચમાં પ્રદર્શન થોડું નબળું રહ્યું હતું. તેણે 4 ઓવરમાં 50 રન આપ્યા અને એક પણ વિકેટ મેળવી ન હતી.