• Home
  • News
  • જસપ્રીત બુમરાહની વાપસીમાં લાગશે સમય, IPL-એશિયા કપમાં રમવું મુશ્કેલ
post

પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર રહેલા બુમરાહની ઈજા હજુ પણ રીકવર થઇ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 19:28:03

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર છે. બુમરાહની ઈજા ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને ક્રિકેટ ફેન્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપથી પણ બહાર રહ્યો હતો. જો કે IPL-2023માં તેની વાપસીની અટકળો લાગવવામાં આવી રહી છે, પણ હજુ સુધી એ વાતની પુષ્ઠી થઇ નથી. અહેવાલ દ્વારા એવી જાણકારી મળી રહી છે કે તે IPL અને જૂનમાં યોજાવનારી ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પણ  રમી શકે નહિ.

લાંબા સમય સુધી ટીમની બહાર રહી શકે છે બુમરાહ 
જસપ્રીત બુમરાહની ઈજા જેટલી લાગતી હતી તેના કરતા વધુ ગંભીર સાબિત થઇ છે. IPLની શરૂઆત એક મહિના પછી થવાની છે અને આ ટુર્નામેન્ટમાં તેનું રમવું ખુબ મુશ્કેલ લાગી રહ્યું છે. બીસીસીઆઈ અને IPL દ્વારા મળતા સંકેત અનુસાર લગભગ પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર રહેલા બુમરાહ વાપસી કરવી મુશ્કેલ છે.

ઈજા પહેલા બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે મેચ રમી હતી
ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટ બુમરાહને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવા નથી માંગતી અને આ વર્ષના અંતમાં થનાર વનડે વર્લ્ડ કપ માટે તેને સંપૂર્ણપણે ફીટ રાખવા માંગે છે. વનડે વર્લ્ડ કપ પહેલા થનાર એશિયા કપમાં બુમરાહ વાપસી કરી શકે છે. બુમરાહે ઈજા પહેલા ઓસ્ટ્રેલિયા સામે 25 સપ્ટેમ્બરે રમી હતી. 

ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતારશે મેનેજમેન્ટ
શરૂઆતમાં એવી અટકળો હતી કે બુમરાહ IPLથી વાપસી કરી શકે છે. પરંતુ બુમરાહ સંપૂર્ણ ફિટનેસ થયો નથી. હવે ટીમ મેનેજમેન્ટ તેને સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેદાનમાં ઉતારશે તેવી જાણકારી મળી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post