• Home
  • News
  • JCB, દોરડાથી વહેલનું 24 કલાક સુધી રેસ્ક્યૂ:કાદવમાં ફસાયેલી 20 ફૂટની માછલી જીવ બચતાં જાણે 'થેંક યુ' કહેતી હોય એમ ઊછળીને દરિયામાં જતી રહી
post

ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-28 18:44:32

સામાન્ય રીતે ભાગ્યે જ દરિયામાં જોવા મળતી વહેલ માછલી હવે ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કાંઠે આવતી થઈ હોવાનું જોવા મળ્યું હતું. રવિવારની બપોર બાદ મોર ગામે દરિયાની ભરતીમાં તણાઈ આવેલું વહેલ માછલીનું 20 ફૂટ મોટું બચ્ચું કિનારા પર કાદવમાં ફસાયેલું જોવા મળ્યું હતું. ત્યારે માછલીના બચ્ચાને બચાવી લેવા સ્થાનિક યુવાનોની મહેનત સાથે તંત્ર પણ કામે લાગ્યું હતું. ત્યારે કિનારા પર વહેલ માછલીના બચ્ચાને જોઈ લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. ત્યાર બાદ આજરોજ હાલ વહેલ માછલીને દોરડાથી બાંધી રેસ્ક્યૂ કરી દરિયામાં છોડવામાં આવી હતી. જીવ બચી જતાં વહેલ જાણે લોકોનો આભાર માનતી હોય એવાં દૃશ્યો નજરે પડ્યાં હતાં.

વહેલે જીવ બચતાં લોકોનો આભાર માન્યો
ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રવિવારે બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું. ત્યાર બાદ વન વિભાગ તેમજ સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂની કામગીરી કરાઈ હતી. વહેલને બચાવવા એક ખાડો ખોદી એમાં દરિયાનું પાણી ભરવામાં આવી રહ્યું હતું. રાત્રિ દરમિયાન માછલાં પકડવાની જાળ, દોરડું, જે.સી.બી સહિતનાં સાધનોની મદદ લેવાઇ હતી, સાથે રાત્રિ રેસ્ક્યૂ દરમિયાન અંધારાના કારણે ખૂબ જ તકલીફ પડી હતી, પરંતુ ભારે જહેમત બાદ હાલ વહેલ માછલીને દોરડાથી બાંધી રેસ્ક્યૂ કરી દરિયામાં છોડવામાં આવી હતી. વહેલ માછલી પાણીમાં પહોંચતાં એનો જીવ બચી ગયો હોવાથી જાણે લોકોને આભાર માનતી હોય એવાં દૃશ્યો નજરે પડ્યાં હતાં.

અરબી સમુદ્રના કાંઠે વહેલ માછલી હોવાની વાત સાબિત થઈ
ઓલપાડ તાલુકાના કાંઠે આવેલા અરબી સમુદ્રમાં વહેલ માછલી હોવાનું અહીં કિનારાનાં ગામોમાં રહેતા લોકો દ્વારા અત્યારસુધી કહેવામાં આવી રહ્યું હતું, પણ કોઈ દિવસ વહેલ માછલી હોવાના પુરાવા ન મળતાં વાતો માત્ર અફવા હોવાનું કહેવાતું, પણ જ્યારે રવિવારે મોર ગામે અરબી સમુદ્રના કિનારા પર વહેલ માછલીનું મહાકાય બચ્ચું તણાઇ આવતાં હવે એ વાત સાચી સાબિત થઈ છે. ઓલપાડ તાલુકાના છેવાડાના મોર ગામે અરબી સમુદ્રમાં રોજની માફક રવિવારે પણ બપોરના બે વાગ્યા બાદ દરિયાની ભરતીના પાણી કિનારા સુધી પહોંચી ગયા હતા. ત્યારે ભરતીના પાણીમાં વહેલ માછલીનું અંદાજિત 20 ફૂટ જેટલું મોટું જીવતું બચ્ચું તણાઇ આવ્યું હતું.

વહેલ માછલીના બચ્ચાને જોવા લોકો ઊમટ્યા
ભરતીના પાણીમાં મોર ગામના કિનારે આવી પહોચેલું બચ્ચું ભરતીનાં પાણી ઓસરતાં સાથે દરિયામાં પરત થવાને બદલે સામાન્ય રીતે ભાગ્યે જ દરિયાના છીંછરા અને ઓછા પાણીમાં જોવા મળતી વહેલ માછલીનું બચ્ચું કાદવમાં ફસાઈ જતાં દરિયાકિનારે રહી ગયું હતું. ત્યારે મોર ગામના દરિયામાં માછીમારી કરવા જતા યુવાનોએ સાંજે ઘરે પરત આવતી વખતે દરિયાકિનારા પર કાદવમાં વહેલ માછલીનું જીવતું બચ્ચું જોતાં આ બાબતે ગામના આગેવાનો અને યુવાનોને જાણ કરતાં ગ્રામજનોમાં કુતૂહલ સર્જાવા સાથે વહેલ માછલીના બચ્ચાને જોવા ગ્રામજનોની ભીડ જામી હતી.

2 ટન જેટલું માછલીનું વજન
વન વિભાગના અધિકારી સચિન ગુપ્તાએ જણાવ્યું હતું કે ગત રોજ રવિવારના મોડી સાંજે અમને આ બાબતે જાણ કરવામાં આવી હતી, જેને લઇને અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ વહેલ માછલીના બચ્ચાને ફરી દરિયાના પાણીમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. માછલીનું વજન અંદાજિત 2 ટન જેટલું હતું તેમજ લંબાઈ 20થી 25 ફૂટ હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post