• Home
  • News
  • એનડીએમાં JDU મોટી પાર્ટી, લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભામાં સીટોની વહેંચણી નહીં થાય: પ્રશાંત કિશોર
post

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરખામણીએ જેડીયુ વધારે સીટો પરથી ચૂંટણી લડશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 15:37:43

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સરખામણીએ જેડીયુ વધારે સીટો પરથી ચૂંટણી લડશે. જેડીયુ નેતા પ્રશાંત કિશોરે આ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, બિહાર એનડીએમાં જેડીયુ સૌથી મોટી પાર્ટી. તેથી લોકસભા ચૂંટણીની જેમ વિધાનસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી નહીં થાય. સીટોની વહેંચણી પહેલાં જે રીતે થતી હતી તે રીતે જ કરવામાં આવશે. એટલું ચોક્કસ નક્કી છે કે, જેડીયુ ભાજપ સાથે મળીને જ ચૂંટણી લડશે અને મુખ્યમંત્રીનો ચહેરો નીતિશ કુમાર જ હશે.

પીકેએ કહ્યું છે કે, આ રેશિયો માત્ર જેડીયુ અને ભાજપ માટે છે. લોજપા માટે નહીં. જ્યારે ત્રણેય પક્ષના નેતાઓ સાથે બેસશે ત્યારે બધુ સ્પષ્ટ થઈ જશે. થોડું-ઘણું અંતર હોઈ શકે છે પરંતુ જેડીયુ વધારે સીટો પર ચૂંટણી લડશે તે નક્કી છે. વર્ષ 2010માં થયેલી બિહાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 141 અને ભાજપે 102 સીટ પર ચૂંટણી લડી હતી. વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ અને ભાજપની જીતેલી સીટોનો રેશિયો અંદાજે 1.4:1 હતો.

 

ગઈ વિધાનસભા ચૂંટણી કરતાં આગામી વર્ષે થનારી ચૂંટણીની પરિસ્થિતિ ઘણી અલગ છે. તેથી વિધાનસભા ચૂંટણીમાં લોકસભા ચૂંટણીવાળી ફોર્મ્યૂલા લાગુ નહીં થાય. જેડીયુ અને ભાજપ વચ્ચે સીટોની વહેચણી વચ્ચેનો રેશિયો 1.4:1 જ રહેશે. વિધાનસભા ચૂંટણીમાં જેડીયુ જે રોલ નક્કી કરશે અમે તે પ્રમાણે જ કામ કરીશું.

 

પ્રશાંતે કહ્યું સરકારે શરણાર્થીઓ અને ઘૂસણખોરો માટે અન્ય કોઈ વિકલ્પ શોધવો જોઈએ પરંતુ 130 કરોડ લોકોને લાઈનમાં ઉભા કરીને તેમની નાગરિકતા ન પૂછી શકાય. દેશમાં કોઈ પણ સંજોગોમાં એનઆરસી લાગુ ન થવી જોઈએ.