• Home
  • News
  • 35 વર્ષ કોંગ્રેસી રહેનારા જીતુ ચૌધરીએ અંતે જિંદગીના 54માં વર્ષે હાથ છોડ્યો
post

MLAની ચૂંટણીમાં ઓછું માર્જીન અને લોકસભામાં પછડાટ બાદ બહ્મ જ્ઞાન લાદયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:14:34

વાપીછ વલસાડના કપરાડા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય જીતુ ચૌધરી સંપર્ક વિહોણા બન્યા હતાં. ગુરૂવારે કપરાડાના ધારાસભ્યએ વિધાનસભા સ્પીકરને રાજીનામુ સોંપ્યુ હતું. ધારાસભ્યપદેથી રાજીનામુ ધરી દેતાં તેમની ભાજપમાં એન્ટ્રી થશે એવું મનાઇ રહ્યું છે. જો કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર 170 મતોથી જ જીત્યા હતાં. લોકડાઉન પહેલા રાજય સભાની ચૂંટણીની જાહેરાત બાદ કપરાડાના ધારાસભ્ય ત્રણ દિવસ ગાયબ થતાં ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી હતી,પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસના ધારાસભ્યોની વચ્ચે પહોંચીને કોંગ્રેસમાં જ હોવાની જાહેરાત કરી હતી, હાલ રાજયસભાની ચૂંટણી 19 જુને યોજાવાની છે,ત્યારે ફરી ધારાસભ્ય બે દિવસથી સંપર્ક વિહોણા બની ગયા હતાં. ભાજપમાં જોડાશે એવી અફવા વચ્ચે આખરે જીતુ ચૌધરીએ ગુરૂવારે વિધાનસભાના સ્પીકરને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાની કોપી સુપ્રદ કરી હતી. જીતુ ચૌધરીએ 30 વર્ષ અગાઉ કાકડકોપરના સરપંચ બની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પંચાયત સભ્ય બન્યા બાદ સતત ચાર ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં.

પક્ષવિરોધી કાર્યથી નારાજ હતા
ધારાસભ્ય જીતુ ચૌધરીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને પક્ષમાંથી રાજીનામુ આપવાનો લેટર મોકલી આપ્યો હતો. જેમાં જણાવ્યુ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અંદરો અંદરના આંતરિક કલહના કારણે અને પાર્ટીની અંદર કોઇ પણ નિર્ણય લેવાની શકિત નથી.તથા 2019ની ચૂંટણીમાં પક્ષ વિરોધી કરનાર સામે કોઇ કાર્યવાહી કરાઇ નથી. જેથી રાજીનામુ આપ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. લોકસભામાં હાર બાદ જીતુ ચૌધરીએ હાર માટે જવાબદાર નૈતાઓના નામ પણ જાહેર કર્યા હતાં.

કેમ રાજીનામુ આપવાની ફરજ પડી ?
સતત ચાર ટર્મથી ચૂંટાતા કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી 2017ની ચૂંટણીમાં ભાજપ સામે બેલેટ પેપરના મતોથી  જીતી શકયા હતાં. આવનારી વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો પડકાર હતો. આ ઉપરાંત કોંગ્રેસના ઉચ્ચ નેતાઓથી પણ તેઓ નારાજ હતાં. કપરાડા આદિવાસી પટ્ટામાં તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે, પંરતુ હવે પછી ભાજપના સહારા વગર આ ઓળખ કાયમ રાખવી મુશ્કેલ બની શકે તેમ હતું. 

હવે પછી રાજકીય સમીકરણ શુ બદલાશે ?
કપરાડા વિધાનસભા બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો કબજો છે. ભાજપના તમામ પ્રયાસો છતાં પણ હજુ સુધી સફળતા મળી શકી નથી. કપરાડાના સ્થાનિક લેવલે ભાજપમાં બે જુથો છે. હવે ખુદ કોંગ્રેસના ધારાસભ્ય જ ભાજપમાં આવવાથી રાજકીય સમીકરણ બદલાશે. હવે પછી ભાજપ જીતુભાઇ ચૌધરીને ટિકિટ આપશે કે અન્ય ભાજપના વર્ષો જુના નેતાઓમાંથી કોઇની પસંદગી કરશે તે ચૂંટણી સમયે જ ખબર પડશે. હાલ જીતુભાઇ કઇ શરતના આધારે ભાજપમાં આવવાના તે બહાર આવી શકયુ નથી. આમ હવે જીતુ ચૌધરી ભાજપમાં ક્યારે જોડાશે તેના પર સૌની મિટ મંડાયેલી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post