• Home
  • News
  • ઝારખંડ ચૂંટણી પરિણામ-રૂઝાનમાં કોંગ્રેસ-ઝામુમો ગઠબંધનને બહુમતી, 42 બેઠકો પર આગળ
post

ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-23 12:31:55

રાંચીઃ ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો માટેની મતગણતરી શરૂ થઈ ગઈ છે. અહીંયા 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી પાંચ તબક્કામાં મતદાન થયું હતું. કુલ 65.23% મતદાન થયું હતું. 2014ની વિધાનસભા ચૂંટણીમાં અહીંયા 66.6% મતદાન થયું હતું. કોઈ પણ પક્ષને બહુમતી માટે 41 બેઠકોનો આંકડો મેળવવો પડશે. અંતિમ તબક્કાનું વોટિંગ પુરું થયા પછી પાંચ એક્ઝિટ પોલ સામે આવ્યા હતા. જેમાં કોંગ્રેસ-ઝામુમો-RJD ગઠબંધનની સત્તા બનવાનું અનુમાન લગાવાયું હતું.

2:19 PM કોંગ્રેસ +42 અને ભાજપ 29 બેઠકો પર આગળ

12:13 PM દુમકામાં ઝામુમાના હેમંત સોરેન ભાજપની લુઈસ મરાંડી 10 વોટ પાછળ

12:10 PM જમશેદપુર પૂર્વથી મુખ્યમંત્રી રઘુવર દાસ માત્ર 156 વોટથી આગળ

11:59 AM કોંગ્રેસ +41 અને ભાજપ 28 બેઠકો પર આગળ

11:52 AM કોંગ્રેસ +40 અને ભાજપ 29 બેઠકો પર આગળ

11:39 AM કોંગ્રેસ +39 અને ભાજપ 30 બેઠકો પર આગળ

11:37 AM લોહરદગાથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ આગળ, ભાજપના સુખદેવ ભગત પાછળ

11:34 AM રાંચીમાં કોંગ્રેસ-ઝામુમો ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેનના ઘરની બહાર જશ્ન

11:22 AM ડુમરીથી ઝામુમોના જગન્નાથ મહતો આગળ