• Home
  • News
  • ઝારખંડના મુખ્યમંત્રીના 27મીએ શપથ લેશે હેમંત સોરેન
post

ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોચા , કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ ગઠબંધનને બહુમતી મળી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-24 13:22:34

રાંચી: ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોચા (ઝામુમો), કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ગઠબંધનને બહુમતી મળી છે. ગઠબંધને 81માંથી 47 સીટો જીતી છે. આ જીત પછી ગઠબંધનના નેતા ટૂંક સમયમાં જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 27 ડિસેમ્બરે હેમંત સોરેન મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન ઝામુમોના 6, કોંગ્રેસના 5 અને આરજેડીમાંથી 1 મંત્રી શપથ લેશે. એટલેકે હેમંત સોરેન સાથે 12 મંત્રીઓ શપથ લેશે. આ સિવાય કોંગ્રેસને સ્પીકર પદ પણ મળી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હેમંત સોરેનનો શપથ ગ્રહણ સમારોહ મોરબડી ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવે તેવી શક્યતા છે.

આ ચૂંટણીમાં બીજેપીને હાર મળી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં જ્યાં બીજેપીએ 37 સીટો જીતી હતી ત્યાં આ વખતે માત્ર 25 સીટો જ મળી શકી છે. બીજેપીની સહયોગી પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યુનિયન (AJSU)ને ગઈ વિધાનસભા ચૂંટણીમાં માત્ર 8 સીટ પર લડ્યા હતા તેમાંથી 5 સીટ મળી હતી જ્યારે આ વખતે તેઓ 53 સીટ પર લડ્યા હતા તેમાંથી 2 સીટ જ મળી છે.