• Home
  • News
  • જોનસન એન્ડ જોનસને વેક્સિન ટ્રાયલ રોકી, હેલ્થ વર્કર બીમાર થયા પછી નિર્ણય લેવાયો- ફ્રાન્સમાં ફરી લોકડાઉનની તૈયારીઓ; વિશ્વમાં 3.80 કરોડ કેસ
post

વિશ્વમાં 10.85 લાખથી વધુ લોકોનાં મૃત્યુ, 2.85 કરોડથી વધુ લોકો સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-13 11:06:40

વિશ્વમાં સંક્રમિતોનો આંકડો 3.80 કરોડથી વધુ થઈ ગયો છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 2 કરોડ 85 લાખ 92 હજાર 312થી વધુ થઈ છે. મૃત્યુ પામનારી વ્યક્તિઓનો આંકડો 10.85 લાખને વટાવી ગયો છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. અમેરિકાની કંપની જોનસન એન્ડ જોનસને કોરોનાની વેક્સિનની ટ્રાયલને હાલ રોકી દીધી છે. કંપનીએ આ નિર્ણય તેના એક હેલ્થ વર્કરના બીમાર થયા પછી લીધો છે. આ પહેલાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાએ પણ ગત મહિને આવી જ સ્થિતિમાં ટ્રાયલને રોકી દીધી હતી. જોકે સ્થિતિની સમીક્ષા પછીથી તેણે ફરીથી ટ્રાયલ શરૂ કરી છે.

જોનસન એન્ડ જોનસને જણાવ્યું છે કે ટ્રાયલમાં ભાગ લઈ રહેલી એક વ્યક્તિમાં બીમારીનાં કેટલાંક લક્ષણ દેખાયાં છે. કંપનીએ વધુમાં કહ્યું હતું કે હાલ અમે તમામ પ્રકારની ટ્રાયલને રોકી રહ્યા છે. એમાં ફેસ 3 ટ્રાયલ પણ સામેલ છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક ઉમેદવારમાં બીમારીનાં લક્ષણ જોવા મળ્યાં છે. અમે તેની તપાસ કરી રહ્યા છે.

ફ્રાન્સઃ લોકડાઉનની તૈયારી
ફ્રાન્સે લોકડાઉન માટે નવેસરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્રણ સપ્તાહમાં અહીં ત્રણ લાખથી વધુ નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે સખત નિયમોને લાગુ કર્યા વગર સંક્રમણને રોકવું ખૂબ જ મુશ્કેલ છે. હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે તમામ પ્રકારની હોટલ, રેસ્ટોરાં અને બાર હવે બંધ કરવામાં આવશે. આ મામલામાં કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવશે નહિ. સરકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પણ સંપર્કમાં છે, જેથી એક્સપર્ટ્સની સલાહ લઈ શકાય.

ઈટલીઃ ફરીથી સખતાઈ લાગુ કરાશે
ઈટલી સરકારે ફરીથી એ વાત સ્પષ્ટ કરી છે કે પ્રાઈવેટ પાર્ટીમાં આવનારા લોકોને લઈને નવા પ્રતિબંધો લગાવવામાં આવશે. પાર્ટીમાં આવનારી દરેક વ્યક્તિનો રેકોર્ડ રાખવો પડશે. લગ્ન અને અંતિમસંસ્કાર માટે પણ નવા પ્રતિબંધોની તૈયારી કરી લેવામાં આવી છે. ઈટલીના હેલ્થ મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે અમે ખૂબ જ મુશ્કેલ સમય જોયો છે. આ કારણે એ જરૂરી છે કે યોગ્ય સમયે યોગ્ય પગલાં ઉઠાવવામાં આવે. એનાથી થોડા સમયનું નુકસાન કે મુશ્કેલી થઈ શકે છે. જોકે એને પગલે આપણે સુરક્ષિત રહીશું.

બ્રિટનઃ ત્રણ તબક્કામાં નવી યોજના
બોરિસ જોનસન સરકારે દેશમાં સંક્રમણની બીજી લહેરનો સામનો કરવા માટે નવી યોજના બનાવી છે. આ માટે ત્રણ લેયરવાળો એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એને મિડિયમ, હાઈ અને વેરી હાઇ કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે. સરકારનાં સૂત્રોનું કહેવું છે કે તે સખત કે કમ્પ્લિટ લોકડાઉનથી બચવા માગે છે. સંક્રમણને કાબૂમાં કરવા માટે નવો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન બોરિસ જોનસને પ્રથમ વખત વિપક્ષી સાંસદોને પણ આ પ્લાનની માહિતી આપી છે. વિપક્ષી સાંસદોનો આરોપ છે કે સરકાર કોરોનાના બહાને લોકોના અધિકારોનું શોષણ કરી રહી છે.

સાઉથ કોરિયાઃ અહીં રાહત
સાઉથ કોરિયામાં સંક્રમણના કેસ ઓછા થયા પછી સોમવારથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોમાં રાહત આપવામાં આવી છે. અહીં નાઈટ ક્લબ, બાર અને રેસ્ટોરાં બે વખત ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. સ્ટેડિયમને કેપિસિટીથી 30 ટકા દર્શકોની સાથે ખોલવાની પરવાનગી અપાશે. વડાપ્રધાન ચુંગ સે-ક્યુને રવિવારે આ અંગેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે અમે દેશમાં સોશિયલ ડિસ્ટન્સિંગમાં રાહત આપીશું, જોખમની અવગણના કરીશું નહિ. ડોર ટુ ડોર બિઝનેસ, ધાર્મિક આયોજનો પરનો પ્રતિબંધો યથાવત્ રહેશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post