• Home
  • News
  • જુલન ગોસ્વામી રિટાયર્ડ:20 વર્ષની રહી કારકિર્દી, લંડનમાં 24 સપ્ટેમ્બરે રમશે છેલ્લી મેચ
post

ચકદા એક્સપ્રેસના નામે જાણીતી 39 વર્ષની જુલને 6 જાન્યુઆરી 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-20 17:38:39

વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીએ ક્રિકેટમાંથી રિટાયર્ડ થવાનો નિર્ણય કર્યો છે. તે 24 સપ્ટેમ્બરે લોડર્સના મેદાને ઇંગ્લેન્ડ સામે છેલ્લી મેચ રમશે. ચકદા એક્સપ્રેસના નામે જાણીતી 39 વર્ષની જુલને 6 જાન્યુઆરી 2002માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. તેના નામે વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ બોલે છે. તેણે 352 વિકેટ ઝડપી છે.

જુલન ગોસ્વામી વિમેન્સ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર પણ છે. તેણે 34 વર્લ્ડ કપમાં 43 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે વર્લ્ડ કપમાં 2 વખત 4 વિકેટ પણ લીધી છે.

આ અગાઉ તેણે T20 અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તે ભારત માટે છેલ્લી T20 મેચ 2018માં અને ટેસ્ટ મેચ ઓક્ટોબર 2021માં રમી હતી.

માર્ચમાં રમી હતી છેલ્લી મેચ

જુલન ગોસ્વામીએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ માર્ચ મહિનામાં રમી હતી. તે ન્યૂઝીલેન્ડમાં રમાયેલી વન-ડે વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં જુલન ગોસ્વામીએ 19 રન દઈને 2 વિકેટ ઝડપી હતી. BCCI તેને વર્લ્ડ કપમાં જ ફેરવેલ દેવા માંગતુ હતુ. પરંતુ તે ઈજાનાં કારણે સાઉથ આફ્રિકા સામેની છેલ્લી લીગ મેચમાંથી ખસી ગઈ હતી.

2 ફેબ્રુઆરીમાં રિલીઝ થશે ફિલ્મ

જુલન ગોસ્વામીની લાઈફ પર બોલીવુડમાં ફિલ્મ બની રહી છે. જેમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા લીડ રોલમાં જોવા મળશે.

80 KM પ્રેક્ટિસ કરવા જતી હતી
પશ્ચિમ બંગાળના ચકદામાં જન્મેલી જુલને 15 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તે 19 વર્ષની જ ઉંમરે ટીમ ઈન્ડિયા માટે સિલેક્ટ થઈ હતી. તેને ઘર પાસે છોકરાઓ રમવા દેતા નહોતા. જેનાં કારણે તે 80 કિમી દૂર પ્રેક્ટિસ કરવા જતી હતી.