• Home
  • News
  • કાશ્મીરમાં સીઝફાયરનું ઉલ્લંઘન:પાકિસ્તાનના ફાયરિંગમાં જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ; LoC પર આ વર્ષે 3 હજારથી વધુ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું
post

પાકિસ્તાની સેનાએ સાંજે લગભગ 6.30 વાગ્યે નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે નાનાં હથિયારોથી ફાયરિંગ કર્યું અને મોર્ટાર પણ છોડ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-06 08:53:26

પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું, જેમાં ઈન્ડિયન આર્મીના એક જુનિયર કમિશન્ડ ઓફિસર શહીદ થઈ ગયા છે. પાકિસ્તાની સેનાએ સોમવારે નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ગોળીબારી કરીને મોર્ટાર છોડ્યા હતા. આ જાણકારી ઈન્ડિયન આર્મીએ આપી.

રક્ષામંત્રાલયના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું હતુંકે સાંજે લગભગ 6.30 વાગ્યે, પાકિસ્તાની સેનાએ નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે નાનાં હથિયારોથી ફાયરિંગ કર્યું અને મોર્ટાર પણ છોડ્યા હતા. આનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. સીઝફાયર વાયોલેશન પછી પાકિસ્તાની સેનાએ પુંછ જિલ્લામાં પણ LoC પાસે ફાયરિંગ કર્યું હતું.

સીઝફાયર વાયોલેશનમાં આ વર્ષે 24 નાગરિકોનાં મોત
વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાને 1999માં બંને દેશ વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. જાન્યુઆરીથી અત્યારસુધીમાં પાકિસ્તાને 3,190થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે, જેમાં લગભગ 24 ભારતીય નાગરિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post