• Home
  • News
  • 'જે સમાન અધિકાર ન આપે તે ધર્મ બીમારી જેવું' ઉદયનિધિના નિવેદન પર જૂનિયર ખડગેની પ્રતિક્રિયા
post

તેમણે કહ્યું કે કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન ન આપતું હોય તે ધર્મ જ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-04 17:06:53

તમિલનાડુના ખેલમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગેના નિવેદન બાદ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેના દીકરા અને કર્ણાટક સરકારમાં મંત્રી પ્રિયાંક ખડગેએ હવે આ મામલે ઝંપલાવતા ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન ન આપતું હોય તે ધર્મ જ નથી. 

એવો ધર્મ કે જે સમાન અધિકાર ન આપે તે બીમારી સમાન.... 

બેંગ્લુરુમાં કેબિનેટમંત્રી પ્રિયાંગ ખડગેએ કહ્યું કે કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન ન આપતું હોય કાં તમારા માનવી હોવાની ગરિમા સુનિશ્ચિત ન કરતું હોય તો તે ધર્મ જ નથી. જૂનિયર ખડગેએ આગળ કહ્યું કે મારા મતે કોઈપણ ધર્મ જે તમને સમાન અધિકાર ન આપે કે પછી તમારી સામે માનવી જેવું વર્તન ન કરે તો તે બીમારી સમાન છે. 

કર્ણાટકના પૂર્વ સીએમ બોમ્મઈનું નિવેદન સામે આવ્યું

જ્યારે કર્ણાટકના પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈએ સ્ટાલિનના દીકરાના નિવેદન મામલે કહ્યું કે તેમની માનસિકતા મચ્છર જેવી નાની અને મલેરિયા જેવી ગંદી છે. બોમ્મઈએ કહ્યું કે ઉદયનિધિના નિવેદન પર આશ્ચર્ય નથી કેમ કે જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે તે ડીએમકે આવું જ વલણ અપનાવે છે. આ એ પાર્ટીઓના સમૂહની માનસિકતા છે જે દેશના સામાજિક તાણા વાણાની કિંમત પર સત્તામાં આવવા માટે એકસાથે હાથ મિલાવી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post