• Home
  • News
  • કર્ણાટક ચુંટણી ની 15 સીટો પર પેટાચૂંટણીની મતગણતરી શરૂ, યેદિયુરપ્પાને સત્તા બચાવી રાખવા 6 સીટ જોઈએ
post

કર્ણાટકની 15 વિધાનસભા સીટ પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી થઈ હતી જેના આજે પરિણામ જાહેર કરા

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-09 10:25:22

બેંગલુરુ: કર્ણાટકની 15 વિધાનસભા સીટ પર 5 ડિસેમ્બરે પેટાચૂંટણી થઈ હતી જેના આજે પરિણામ જાહેર કરાશે. મતગણતરી 8 વાગે શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પરિણામ ભાજપ માટે ખૂબ મહત્વના માનવામાં આવે છે. કારણકે સત્તા બચાવવા માટે આ ચૂંટણી પરિણામમાં ભાજપને 6 સીટ મળવી ખૂબ જરૂરી છે. કર્ણાટકની 224 વિધાનસભા સીટોમાં 17 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કર્યા પછી 207 સીટ બાકી હતી. આ પ્રમાણે બહુમતી માટે 104 સીટની જરૂર હતી. ત્યારપછી ભાજપને એક અપક્ષની મદદથી સરકાર બનાવી હતી. પરંતુ પેટાચૂંટણી થયા પછી કુલ 222 સીટ થાય છે. આ સ્થિતિમાં બહુમત માટે કુલ 111 સીટ જોઈએ. આમ, ભાજપને સત્તામાં રહેવા માટે ઓછામાં ઓછી 6 સીટો મળવી જરૂરી છે.

*15માંથી 10 સીટ પર બીજેપી આગળ

*2-2 સીટ પર કોંગ્રેસ અને જેડીએસ આગળ