• Home
  • News
  • કર્ણાટક : કમળ જેવા આકારમાં બનેલા શિવમોગા એરપોર્ટનું પીએમ મોદીએ કર્યું ઉદઘાટન
post

કમળ આકારનાં આ એરપોર્ટમાં પ્રતિ કલાક 300 મુસાફરો આવ-જા કરી શકશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-27 19:54:47

પીએમ મોદીએ આજે કર્ણાટકની મુલાકાત લીધી. અહીં તેમણે સૌથી પહેલા શિવમોગા એરપોર્ટનું ઉદઘાટન કર્યું હતું. પીએમએ અહીં મંચ પર હાજર કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેમણે હાથ જોડીને અભિવાદન પણ કર્યું હતું.

પીએમ મોદી તેના પછી બેલગાવી જિલ્લાની મુલાકાત લેશે

પીએમ મોદી તેના પછી બેલગાવી જિલ્લાની મુલાકાત લેશે. આ દરમિયાન તે જળજીવન મિશન હેઠળ 2500 કરોડ રૂ.થી વધુના વૉટર સપ્લાય પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જેનાથી બંને જિલ્લાના 13 લાખથી વધુ લોકોને લાભ મળશે. પ્રધાનમંત્રી મોદી જળ જીવન મિશનની જેમ 950 કરોડથી વધારે ખર્ચે બનેલી અનેક યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરવાનાં છે. તો આ સાથે શિવમોગા શહેરમાં 895 કરોડના રુપિયાથી વધારે ખર્ચમાં તૈયાર થયેલ 44 સ્માર્ટ સિટી પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યુ. 

પીએમ મોદીએ શિવમોગામાં નવા બનેલા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ

પ્રધાનમંત્રી મોદીએ આજે કર્ણાટકની પાંચમી વાર મુલાકાત કરી. આ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવમોગામાં નવા બનેલા એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ અને બેલગાવીમાં વિવિધ વિકાસ યોજનાની આધારશીલા મુકવાના છે. અધિકારીઓએ આપેલી માહિતી મુજબ વડાપ્રધાન આજે શિવમોગા એરપોર્ટની મુલાકાત કરી હતી. અને તેનુ નિરિક્ષણ કર્યુ હતું. આ ઉપરાંત વડાપ્રધાન વિવિધ વિકાસ યોજનાની આધારશીલા મુકવાના છે. અહી મહત્વની વાત એ છે કે આ એરપોર્ટ પર ઉતરનારા પહેલા મુસાફર તરીકે ખુદ મોદી પહેલા મુસાફર બન્યા. 

એરપોર્ટમાં પ્રતિ કલાક 300 મુસાફરો આવ-જા કરી શકશે

કમળ આકારનાં આ એરપોર્ટમાં પ્રતિ કલાક 300 મુસાફરો આવ-જા કરી શકશે. આ સાથે શિવમોગા એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં પણ વિકાસ કરવાની સંભાવના છે. 600 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર થયેલો આ એરપોર્ટ રાજ્યનો 9મો ડોમેસ્ટીક એરપોર્ટ બનશે. શિવમોગા એરપોર્ટ જીલ્લામાં ગ્રીનફીલ્ડ ઘરેલુ એરપોર્ટ તરીકે નિર્માણ કરવામાં આવ્યુ છે. જેનો ઉદ્દેશ્ય હવાઈ યાત્રા દરેક માટે લાભકારી બની રહેશે. 

ભાજપ એવુ ઈચ્છે છે કે આ એરપોર્ટનું નામ બી. એસ. યેદિયુરપ્પાના નામથી રાખવામાં આવે

આ એરપોર્ટ 662.38 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. જેનો પાયો જુન 2020માં તત્કાલિન મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાએ નાખ્યો હતો. ભાજપ એવુ ઈચ્છે છે કે આ એરપોર્ટનું નામ બી. એસ. યેદિયુરપ્પાના નામથી રાખવામાં આવે. પરંતુ બી. એસ. યેદિયુરપ્પાએ 20મી સદીના કન્નડાના કવિ કુવેમ્પુના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post