• Home
  • News
  • કરતારપુર​​​​​​​ કોરિડોર-પાકિસ્તાનની શ્રદ્ધાળુઓને 2 રાહત- પાસપોર્ટ નહીં માત્ર આઈડી જોઈશે, 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશનની જરૂર નથી
post

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર સાહિબ આવતા શ્રદ્ધાળુઓને બે રાહત આપી છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-01 11:27:56

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરતારપુર સાહિબ આવતા શ્રદ્ધાળુઓને બે રાહત આપી છે. પહેલાં તેમને અહીં આવવા માટે હવે પાસપોર્ટની જરૂર નથી. માત્ર એક કાયદેસરના આઈડીથી તેમને પ્રવેશ આપવામાં આવશે. બીજી છૂટ એ આપવામાં આવી છે કે, શ્રદ્ધાળુઓને 10 દિવસ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. તે ઉપરાંત ઉદ્ધાટન વાળા દિવસે શ્રદ્ધાળુઓ પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે.

બીજી બાજુ કરતારપુર સાહિબ જતા શ્રદ્ધાળુઓ પર અંદાજે 20 ડોલર (રૂ. 1420 ભારતીય) ફી લગાવવામાં આવ્યા પછી શિરોમણી અકાળી દળના નેતા સુખબીર સિંહ બાદલે ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી હતી કે તેઓ આ રીતે આવકનો સ્ત્રોત ન બનાવે. આ ફી ખૂબ વધારે છે. કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન 9 નવેમ્બરે કરવામાં આવશે.

બીજી બાજુ વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, જે લોકો કરતારપુર કોરિડોર માટે ભારતના ઓફિશિયલ ગ્રૂપનો હિસ્સો નથી અથવા જેને પાકિસ્તાનથી આમંત્રણ મળ્યું છે તેમને ત્યાં જવા માટે નિયમઅનુસાર રાજકીય મંજૂરી લેવી પડશે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનમાં ઈમરાન ખાનનું આમંત્રણ સ્વીકાર્યું છે.

 વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, કરતારપુર સાહિબની યાત્રાનો અર્થ થાય છે પડોશી દેશની યાત્રા. તેથી રાજકીય નેતાઓ અને પાકિસ્તાન દ્વારા આમંત્રિત લોકોએ યાત્રા પહેલાં રાજકીય મંજૂરી લેવી પડશે. આમાં કોઈ નવાઈની વાત નથી. મારી સમજ પ્રમાણે આ પ્રમાણેની યાત્રાઓ માટે રાજકીય મંજૂરી લેવાનો સામાન્ય નિયમ લાગુ કરવામાં આવશે. ભારતે ઉદ્ધાટન સમારોહમાં સામેલ થવા માટે કેન્દ્રીય મંત્રીયો અને રાજકીય લોકો સહિત 450 અને 31 અન્ય લોકોની યાદી પાકિસ્તાનને મંજૂરી માટે મોકલી છે. પરંતુ પછી ખબર પડી કે પાકિસ્તાન કોઈ અન્ય યાદી જ તૈયાર કરી રહ્યું છે.

બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી અંતર્ગત રોજના પાંચ હજાર શ્રદ્ધાળુઓને દરબાર સાહિબ જવાની મંજૂરી છે. તે માટે તેમણે વિઝા લેવાની જરૂર નથી, પરંતુ પાસપોર્ટ જરૂરી છે. કોરિડોરથી આવનાર પાંચ હજાર શ્રદ્ધાળુઓથી પાકિસ્તાનને રોજ એખ લાખ ડોલરની આવક થવાનો અંદાજ છે. એટલે કેએક વર્ષમાં તેમને 65 લાખ ડોલરની આવક થશે. હાલના સમયમાં ડોલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયાની કિંમત રૂ. 155.71 છે. આ હિસાબ પ્રમાણે પાકિસ્તાનને રોજના 1.55 લાખ રૂપિયા અને વાર્ષિક છ અબજ ડોલરની કમાણી થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post