• Home
  • News
  • સબરીમાલા કેસ મોટી બેન્ચને સોંપવામાં આવ્યો
post

કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-14 11:04:15

નવી દિલ્હી: કેરળના 800 વર્ષ જૂના સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશ આપવા વિશે સુપ્રીમ કોર્ટ આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસ મોટી બેન્ચને આપ્યો છે. આમ, હવે 7 જસ્ટિસની પેનલ દ્વારા આ કેસનો ચુકાદો આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે તેમનો પહેલાનો નિર્ણય ફેરબદલ કરતાં કહ્યું છે કે, આ કેસ મંદિર સુધી સીમિત નથી.

કોર્ટે 28 સપ્ટેમ્બર 2018ના રોજ 4:1ની બહુમતીથી મંદિરમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપી હતી. ત્યારપછી કેરળના ઘણાં જિલ્લામાં વિરોધ અને હિંસક પ્રદર્શન થયા હતા. ત્યાર પછી આ ચુકાદા પર પુન:વિચારણાની અરજી દાખલ કરવામાં આવી હતી. તે સિવાય 64 અન્ય અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે. આ વિશે 6 ફેબ્રુઆરીએ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો.

ગુરુવારે નિર્ણય સંભળાવવાની બેન્ચમાં જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઈન્દુ મલ્હોક્ષા પણ સામેલ થયા હતા.

સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં મહિલાઓના પ્રવેશને મંજૂરી આપતા કહ્યું હતું કે, વર્ષો જૂની હિન્દુ ધાર્મિક પ્રથા ગેરકાયદે અને ગેરબંધારણીય છે.

જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું- ધર્મનિરપેક્ષતાનું માહોલ જાળવી રાખવા માટે કોર્ટે ધાર્મિક અર્થ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે ચેડા ન કરવા જોઈએ.

જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું હતું કે, શારીરિક કારણોસર મંદિરમાં આવતા રોકવાનો રિવાજ યોગ્ય નથી. આ નિયમ પુરુષ પ્રધાન વિચારસરણી દર્શાવે છે.

જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું હતું કે, મહિલાઓને માસિક ધર્મના કારણે મંદિરમાં આવતી રોકવી અબંધારણીય અને માનવતા વિરુદ્ધ છે.