• Home
  • News
  • ચંદીગઢની કાશવી ગૌતમ એક વનડેમાં 10 વિકેટ ઝડપનાર પ્રથમ મહિલા બની, મેચમાં હેટ્રિક પણ ઝડપી
post

અંડર-19 વન-ડે મેચમાં કાશવી ગૌતમે અરુણાચલ વિરુદ્ધ રેકોર્ડ બનાવ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:24:26

કાશવી ગૌતમે મંગળવારે વન-ડે ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો. ચંદીગઢ તરફથી રમતા ઝડપી બોલર કાશવીએ અરુચાલ પ્રદેશ વિરુદ્ધ 4.5 ઓવરમાં 12 રન આપી તમામ 10 વિકેટ ઝડપી. તેણે મેચમાં હેટ્રિક પણ ઝડપી હતી. તે લિમિટેડ ઓવરમાં આમ કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની. BCCI અંડર-19 વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચંદીગઢે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટે 186 રન કર્યા. કેપ્ટન કાશવીએ બેટિંગ કરતા 49 રન પણ કર્યા હતા. જવાબમાં અરુણાચલની ટીમ 8.5 ઓવરમાં 25 રન કરી ઓલઆઉટ થઈ.

કાશવીએ અત્યાર સુધી 3 મેચમાં 18 વિકેટ ઝડપી હતી. આ અગાઉ જમ્મુ-કાશ્મીર વિરુદ્ધ તેણે 7 વિકેટ ઝડપી હતી. નેપાળના ઝડપી બોલર મેહબૂબ આલમે ICC વર્લ્ડ કપ ડિવિઝન-5ની મેચમાં મોઝામ્બિક વિરુદ્ધ 12 રન આપી 10 વિકેટ ઝડપી હતી. તે લિમિટેડ ઓવર ક્રિકેટની એક ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી હતો. ટેસ્ટમાં ઈંગ્લેન્ડના ઓફ સ્પિનર જિમ લેકર અને ભારતના લેગ સ્પિનર અનિલ કુંબલે 10 વિકેટ ઝડપી ચૂક્યા છે.