• Home
  • News
  • પ્રવાસીઓનું નવું ધામ કેવડિયા:ગુજરાતના આ એક સ્થળે જ જોવા મળશે સમગ્ર વિશ્વની ઝલક, વ્યક્તિદીઠ ફરવાનો ખર્ચ રૂ. 2900
post

બાળકોને કેવડિયાની તમામ એક્ટિવિટીમાં ફરાવવા માટે 2500 રૂપિયાની આસપાસ ખર્ચ થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 10:57:30

વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના સ્થળ- કેવડિયા ખાતે પ્રવાસન માટેના વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. આમાંથી 17 પ્રોજેક્ટને ખુલ્લા મુકાયા છે. સી-પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન સહિતના પ્રોજેક્ટો સામેલ છે, એટલે કે હવે પ્રવાસીઓને ગુજરાતમાં જ સમગ્ર વિશ્વની પ્રખ્યાત પ્લેસની ઝલક જોવા મળશે, પણ ફરવા આવનારા લોકોમાં સૌથી પહેલો વિચાર ખર્ચનો આવતો હોય છે. જેને જોતાં એમ આજે આ અહેવાલના માધ્યમથી કેવડિયામાં ફરવા માટે તમારે કેટલો ખર્ચ કરવો પડશે તેમજ કેવા પ્રકારની સુવિધાઓ તમને ઉપલબ્ધ થશે એની વિગત જાણીએ. આમાં એક વ્યક્તિદીઠ અલગ-અલગ પ્રોજેક્ટોની એન્ટ્રી ટિકિટ રૂ. 2900ની આસપાસ થાય છે, જ્યારે બાળકોની 2500 રૂપિયાની આસપાસ થાય છે. આ ભાવ માત્ર કેવડિયા ફરવાનો જ છે... તો તમે ત્યાં રોકાવ છો અથવા ચા-પાણી, નાસ્તો કે જમો છો તો એના તમારે અલગથી પૈસા ખર્ચવા પડશે.

દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓ વધી શકે, 2019માં પ્રતિ દિન 22,434 સંખ્યા હતી
દિવાળીના તહેવારોમાં જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, ચિલ્ડ્ર્ન પાર્ક સહિતના પ્રોજેક્ટોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી શકે છે. સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018ના રોજ શરૂઆત થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો વધ્યો છે. ગત દિવાળીએ 2,91,640 પ્રવાસીએ મુલાકાત લીધી હતી, જે આંક અગાઉના વર્ષ કરતાં ડબલ હતો. 2018ની દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીની સામે 2019માં દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસી નોંધાયા હતા. ત્યારે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે અન્ય પ્રોજેક્ટો પણ શરૂ થતાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે.

​​​​​કેવો હશે કેવડિયાની આસપાસનો નજારો?
-
વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
-
એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભ પાછળ નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી પ્લાન્ટ ઓફ યુનિટીનામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે.
- 
બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.

 

- એકતા ઓડિટોરિયમ: એકતા ઑડિટોરિયમ નામના 1700 ચોરસમીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. અહીં ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જ્યાં 700 વ્યક્તિની બેસવાની ક્ષમતા હશે.
-
રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.
-
કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે, જ્યારે એ પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે.

- ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે, સાથે જ હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભા વધારે છે.
-
ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.
-
જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.
-
એકતા મોલ: આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં અલગ-અલગ રાજ્યનું પરંપરાગત કાપડ અહીં એક જ જગ્યાએ મળી રહેશે. અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલને ડિઝાઈન કરાયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post