• Home
  • News
  • છુટ્ટા હાથની મારામારીમાં હત્યા, CCTV:વસ્ત્રાપુરમાં હોટલના કર્મચારીએ મૂઢ માર મારતાં બીજો કર્મચારી ઢળી પડ્યો, સારવાર દરમિયાન મોત
post

બંને કર્મચારી વચ્ચેની મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:12:12

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં આવેલી હોટલમાં કામ કરતા 2 કર્મચારી અંદર અંદર ઝઘડી પડ્યા. આ દરમિયાન એક કર્મચારીને ઇજા થતાં તે પડી ગયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન કર્મચારીનું મોત થયું હતું. કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીના સીસીટીવી પણ સામે આવ્યા છે. વસ્ત્રાપુર પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

કામ કરવા બાબતે બંને કર્મચારી વચ્ચે તકરાર
વસ્ત્રાપુરમાં આવેલી ચારકોલ હોટલમાં બિહારના 2 કર્મચારી કામ કરે છે. સતીષ અને પવન પાંડે નામના 2 કર્મચારી વચ્ચે કામ કરવા બાબતે તકરાર થઈ હતી. વહેલી સવારે 3 વાગ્યાની તકરાર ઉગ્ર બની હતી. જ્યારે બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ હતી. પવને સતીષને મૂઢમાર મારવાનું શરૂ કર્યું હતું.

કર્મચારી ઢળી પડતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
આ દરમિયાન સતીષને ગંભીર ઇજા થઇ હતી, જેના કારણે તે ઢળી પડ્યો હતો. સતીષ ઢળી પડતાં અન્ય કર્મચારીઓ પણ ભેગા થઈ ગયા હતા. હોટલમાલિકને જાણ થતાં સતીષને તાત્કાલિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સતીષનું મોત થયું હતું.

એક કર્મચારીનું મૂઢમારને કારણે મોત
સતીષના શરીર પર ઇજાનાં નિશાન નથી, જેથી મૂઢમારને કારણે મોત થયું હોવાનું પોલીસનું અનુમાન છે. સતીષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આરોપી પવન પાંડેની પોલીસે ધરપકડ કરી છે. બંને કર્મચારી વચ્ચેની મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post