• Home
  • News
  • પંજાબને પહેલા IPL ટાઇટલની રાહ:12 સીઝનમાં બે વાર સેમીફાઇનલમાં પહોંચ્યું કિંગ્સ ઇલેવન પંજાબ, 2014માં એકમાત્ર ફાઇનલ રમ્યું; રાહુલ બે સીઝનથી ટોપ સ્કોરર
post

કિંગ્સ ઇલેવન પંજાબ 2008 અને 2014માં IPLની સેમીફાઇનલ રમ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-18 12:23:14

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ 12 સીઝનથી તેમના પ્રથમ એવૉર્ડની રાહ જોઈ રહી છે. ટીમ 2008 અને 2014માં બે વાર સેમીફાઇનલમાં પહોંચી હતી. આ સમય દરમિયાન, તે 2014માં રનર-અપ પણ રહી ચુકી છે.

6 વર્ષ પહેલા રમાયેલી ફાઈનલ બાદ પંજાબની ટીમ હજી સુધી પ્લેઓફમાં પહોંચી શકી નથી. છેલ્લી બે સીઝનમાં ટીમના ટોચના સ્કોરર લોકેશ રાહુલ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. પ્રીતિને હવે તેના યુવા કેપ્ટન તરફથી ખિતાબ જીતવાની પૂર્ણ આશા છે.

પંજાબનો પ્રથમ મુકાબલો દિલ્હી સાથે
આ વખતે કોરોનાના કારણે IPL 19 સપ્ટેમ્બરથી શરુ થશે. ફાઇનલ મુકાબલો દીપાવલીના ચાર દિવસ પહેલા એટલે કે 10 નવેમ્બરે થશે. પંજાબ ટીમનો પોતાનો પ્રથમ મુકાબલો 20 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે થશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધીમાં 24 મેચ રમાઈ ચૂકી છે. જેમાં પંજાબે 14 અને દિલ્હીએ 10 મેચ જીતી છે.

પંજાબ ટીમ: લોકેશ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેલ, ગ્લેન મેક્સવેલ, જિમ્મી નીશમ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, તજિંદર સિંઘ, ક્રિસ જોર્ડન, કરૂણ નાયર, દિપક હૂડા, રવિ બિશ્નોઇ, અર્શદિપ સિંહ, મુજીબ ઉર રેહમાન, સરફરાઝ ખાન, શેલ્ડન કોટ્રેલ, મયંક અગ્રવાલ, મોહમ્મદ શમી, દર્શન નલકંડે, નિકોલસ પૂરણ, મુરુગન અશ્વિન, જગદીશ સુચિત, કૃષ્ણપ્પા ગૌતમ, હર્દસ વિલ્જોન અને સિમરન સિંહ.