• Home
  • News
  • KKRએ SRHને 10 રને માત આપી:કોલકાતાએ હૈદરાબાદ સામે જીતની હેટ્રિક લગાવી, મનીષ પાંડે-જોની બેરસ્ટોની ફિફટી પાણીમાં, પ્રસિદ્ધ કૃષ્ણએ 2 વિકેટ લીધી
post

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2021ની ત્રીજી મેચમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 6 વિકેટે 187 રન કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-12 10:58:59

સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2021ની ત્રીજી મેચમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 10 રને હાર્યું છે. 188 રનનો પીછો કરતા હૈદરાબાદની ટીમ 5 વિકેટે 177 રન જ કરી શકી હતી. તેમના માટે જોની બેરસ્ટો અને મનીષ પાંડેએ ફિફટી મારી હતી, પરંતુ ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યા નહોતા. 

જીતની હેટ્રિક
કોલકાતાએ હૈદરાબાદ સામે જીતની હેટ્રિક લગાવી છે. ગઈ સીઝનમાં કોલકાતાએ બંને મેચમાં હૈદરાબાદને માત આપી હતી. લીગની પહેલી મેચ નાઈટ રાઈડર્સે 7 વિકેટે અને બીજી મેચ સુપર ઓવરમાં જીતી હતી.

બેરસ્ટોની લીગમાં છઠ્ઠી ફિફટી
જોની બેરસ્ટોએ લીગમાં પોતાની છઠ્ઠી ફિફટી ફટકારતાં 40 બોલમાં 5 ફોર અને 3 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. તે પેટ કમિન્સની બોલિંગમાં બેકવર્ડ પોઇન્ટ પર નીતીશ રાણાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને મનીષ પાંડેએ ત્રીજી વિકેટ માટે 92 રનની ભાગીદારી કરી હતી.

વોર્નર અને સાહા ફ્લોપ રહ્યા
ડેવિડ વોર્નર 3 રને પ્રસિદ્ધ કૃષ્ણની બોલિંગમાં કીપર દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ થયો હતો. તે શૂન્ય રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કમિન્સે તેનો કેચ ડ્રોપ કર્યો હતો. જોકે, વોર્નર આ ચાન્સનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. તે પછી રિદ્ધિમાન સાહા 7 રને શાકિબ અલ હસનની બોલિંગમાં બોલ્ડ થયો.

વોર્નરને શૂન્ય રને જીવનદાન
ડેવિડ વોર્નર શૂન્ય રને રમી રહ્યો હતો ત્યારે હરભજન સિંહની બોલિંગમાં પેટ કમિન્સે પોઇન્ટ પર તેનો એકદમ સરળ કેચ છોડ્યો હતો.

કોલકાતાએ 188 રનનો ટાર્ગેટ આપ્યો
કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2021ની ત્રીજી મેચમાં ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 6 વિકેટે 187 રન કર્યા. નીતીશ રાણાએ IPL કરિયરની 12મી ફિફટી ફટકારતાં 56 બોલમાં 80 રન બનાવ્યા હતા. જ્યારે રાહુલ ત્રિપાઠીએ લીગમાં છઠ્ઠી ફિફટી ફટકારતાં 53 રન કર્યા હતા. હૈદરાબાદ માટે રાશિદ ખાન અને મોહમ્મદ નાબીએ 2-2 વિકેટ, જ્યારે ટી. નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ લીધી.

રાણાની તોફાની ઇનિંગ્સ, નાબીએ ઉપરાઉપરી બે બોલમાં બે વિકેટ લીધી
ઓપનિંગ કરવા આવેલા નીતીશ રાણાએ તોફાની ઇનિંગ્સ રમી હતી. તેણે 56 બોલમાં 9 ફોર આને 4 સિક્સની મદદથી 80 રન બનાવ્યા હતા. તે મોહમ્મદ નાબીની બોલિંગમાં વિજય શંકર દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછીના બોલે જ ઓઇન મોર્ગન 2 રને અબ્દુલ સમદ દ્વારા કેચ આઉટ થયો હતો. નાબીએ ઉપરાઉપરી બે બોલમાં બે વિકેટ લઈને હૈદરાબાદની મેચમાં વાપસી કરાવી હતી.

રસેલ ફેલ થયો
આન્દ્રે રસેલ સારી પોઝિશનનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફ્ળ રહ્યો હતો. તે રાશિદ ખાનની બોલિંગમાં લોન્ગ-ઓન પર મનીષ પાંડેના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 5 બોલમાં 5 રન બનાવ્યા હતા.

ત્રિપાઠીની લીગમાં છઠ્ઠી ફિફટી
રાહુલ ત્રિપાઠીએ લીગમાં પોતાની છઠ્ઠી ફિફટી ફટકારતાં 29 બોલમાં 5 ફોર અને 2 સિક્સની મદદથી 53 રન બનાવ્યા હતા. તે ટી. નટરાજનની બોલિંગમાં વિકેટકીપર રિદ્ધિમાન સાહા દ્વારા કેચ આઉટ થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post