• Home
  • News
  • લોકેશ રાહુલ ફોર્મમાં છતાં બહાર, આ સમજાતું નથી: કપિલ દેવ
post

કપિલે કહ્યું કે,‘ન્યૂઝીલેન્ડે 3 વન-ડે અને પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું. મને નથી સમજાતું કે કોઈ આટલા ફેરફાર કઈ રીતે કરી શકે. જો કોઈ ખેલાડીનું સ્થાન નિશ્ચિત નથી તો ફોર્મ પર તેની અસર પડશે જ.

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 11:27:38

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં મળેલા પરાજયથી નિરાશ છે. તેમણે કહ્યું કે,‘લોકેશ રાહુલ શાનદાર ફોર્મમાં છે. જોકે તેમ છતાં તેને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું નહીં. આ વાત મને સમજાતી નથી. તમે જ્યારે ટીમ બનાવતા હોવ ત્યારે તમારે ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ. જ્યારે તમે ઘણા ફેરફાર કરતા હોવ તો તેનું મહત્ત્વ રહેતું નથી. મેનેજમેન્ટ દરેક ફોર્મેટ માટે વિશેષ ખેલાડી પર વિશ્વાસ રાખે છે. રાહુલ શાનદાર ફોર્મમાં છે પરંતુ તે ટીમની બહાર છે. મને લાગે છે કે જ્યારે ખેલાડી સારા ફોર્મમાં હોય તો તેણે રમવું જ જોઈએ.

કપિલે કહ્યું કે,‘ન્યૂઝીલેન્ડે 3 વન-ડે અને પ્રથમ ટેસ્ટમાં સારું પ્રદર્શન કર્યું. મને નથી સમજાતું કે કોઈ આટલા ફેરફાર કઈ રીતે કરી શકે. જો કોઈ ખેલાડીનું સ્થાન નિશ્ચિત નથી તો ફોર્મ પર તેની અસર પડશે જ. ટીમમાં મોટા બેટ્સમેનો હોવા છતાં ટીમ 200નો આંક પણ પાર કરી શકી નહીં, જેનો અર્થ એ છે કે તમે સ્થિતિ અનુસાર ઢળ્યા નથી.