• Home
  • News
  • કેએલ રાહુલ IPL-16માંથી બહાર, WTC ફાઈનલ પણ નહીં રમી શકે:લખનઉ સુપરજાયન્ટ્સે કેપ્ટનની જગ્યાએ કરુણ નાયરને સામેલ કર્યો
post

ગુરુવારે રાહુલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફિટ થઈ શકે તેમ નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-05-08 19:44:49

ઈજાગ્રસ્ત લખનઉ સુપરજાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેઓ WTC ફાઈનલ પણ નહીં રમે. લખનઉ સ્થિત ફ્રેન્ચાઈઝીએ રાહુલની જગ્યાએ જમણા હાથના બેટર કરુણ નાયરને સામેલ કર્યા છે.

IPLની મીડિયા એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે ફ્રેન્ચાઈઝીએ રાજસ્થાન તરફથી ગત સિઝન રમી રહેલા કરુણને તેની સાથે 50 લાખ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં જોડ્યો છે. તેઓ મીની હરાજીમાં વેચાયો નહોતો. ટીમે રાહુલને 17 કરોડમાં રિટેન કર્યો હતો.

IPLમાંથી અત્યાર સુધીમાં 16 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહ, ગુજરાત ટાઈટન્સના કેન વિલિયમસન અને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર જેવા મોટા નામ સામેલ છે.

રાહુલ RCB સામે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો
સોમવારે એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. RCBની ઈનિંગની બીજી ઓવરમાં, જ્યારે ફાફ ડુ પ્લેસિસના શોટને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે રાહુલનો પગ ખેંચાયો હતો અને તે મેદાનની બહાર ચાલ્યો ગયો. અંતે રાહુલ ઈજાગ્રસ્ત હોવા છતાં બેટિંગ કરવા ઉતર્યો, પરંતુ તેની ટીમ 18 રનથી હારી ગઈ.

કેએસ ભરતને WTCમાં તક મળી શકે છે
આઈપીએલ ફાઈનલના 9 દિવસ બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયનશિપ માટે 7થી 11 જૂન સુધી ઈંગ્લેન્ડના ઓવલ મેદાનમાં ટકરાશે. બંને ટીમે પોતપોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં ઇજાગ્રસ્ત જયદેવ ઉનડકટની સાથે કેએલ રાહુલ પણ છે.

ગુરુવારે રાહુલે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કર્યું કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ફિટ થઈ શકે તેમ નથી. જો તે ફિટ હોત, તો તે પ્લેઇંગ-11નો પણ ભાગ હોત અને એવું માનવામાં આવે છે કે તે વિકેટકીપર તરીકે 7માં નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હોત. પરંતુ તેની ગેરહાજરીમાં કે.એસ.ભરતનું રમવાનું નિશ્ચિત માનવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post