• Home
  • News
  • કોહલીએ ટ્વિટર પર પણ બનાવ્યો રેકોર્ડ: 5 કરોડ ફોલોઅર્સ થયા, સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર દુનિયાનો ચોથો ખેલાડી
post

ઈન્સ્ટા, ટ્વિટર, ફેસબુક પર 31 કરોડ ફોલોઅર્સ

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-14 18:04:49

ટ્વિટર પર વિરાટ કોહલીના 5 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. તેઓ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર છે. આટલા ફોલોઅર્સ કોઈ ક્રિકેટરના નથી. કોહલી આ મામલામાં સચિન તેંડુલકરને પહેલા જ પાછળ છોડી ચુક્યો છે. આ પ્લેટફોર્મ પર સચિનને 3.7 કરોડ (37.8 મિલિયન) યુઝર ફોલો કરે છે.

કોહલી ટ્વિટર પર સૌથી વધુ ફોલ થનાર દુનિયાનો ચોથો ખેલાડી છે. આ લિસ્ટમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પહેલા સ્થાન પર છે. તેને 10 કરોડ (103.4 મિલિયન) યુઝર્સ ફોલો કરે છે. તેના પછી નેમાર (5.79 કરોડ)નો નંબર આવે છે. બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સ (5.22 કરોડ) ત્રીજા નંબરે છે.

ઈન્સ્ટા, ટ્વિટર, ફેસબુક પર 31 કરોડ ફોલોઅર્સ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર હવે વિરાટના ટોટલ લગભગ 31 કરોડ ફોલોઅર્સ છે. જેમાં ઈન્સ્ટાગ્રામના 21.1 કરોડ અને ફેસબુકના 4.9 કરોડ યુઝર પણ સામેલ છે.

જૂનમાં ઈન્સ્ટાગ્રામ પર 21 કરોડ ફોલોઅર્સ થયા હતા
ઈન્સ્ટાગ્રામમાં પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીના 21 કરોડ ફોલોઅર્સ આ વર્ષે જૂનમાં થઈ ગયા હતા. તે ઈન્સ્ટા પર પણ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર ક્રિકેટર છે. હવે તેમના 21.1 કરોડ ફોલોઅર્સ છે. આ પ્લેટફોર્મ પર કોહલી ત્રીજા નંબર પર છે. તેનાથી વધુ પોર્ટુગલના સ્ટાર ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને આર્જેન્ટીનાના સ્ટાર લિયોનલ મેસીના 334 મિલિયન (33.4 કરોડ) ફોલોઅર્સ છે.

1020 દિવસ પછી ફટકારી હતી સેન્ચુરી
એશિયા કપમાં વિરાટના બેટમાંથી 1020 દિવસ પછી 8 સપ્ટેમ્બર સેન્ચુરી આવી હતી. તેમને અફઘાનિસ્તાન વિરૂદ્ધ 200ની સ્ટ્રાઈક રેટથી 122 રન બનાવ્યા. આ તેમના ટી-20 ઈન્ટરનેશનલમાં પહેલી સેન્ચુરી પણ ફટકારી છે. 3 વર્ષથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલી એશિયા કપમાં ફોર્મમાં જોવા મળ્યો. UAEમાં રમાયેલી આ મલ્ટી નેશન ટૂર્નામેન્ટમાં વિરાટના બેટમાંથી 2 હાફ સેન્ચુરી અને એક સેન્ચુરી નીકળી હતી. તેને 276 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવનાર તે બીજો ખેલાડી બન્યો હતો.