• Home
  • News
  • ICC એવોર્ડ નોમિનેશન:કોહલીનું નામ પ્લેયર ઓફ ધ ડિકેડ સહિત 5 કેટેગરીમાં, ધોની સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે નોમિનેટ
post

કોહલીને મેન્સ ક્રિકેટની તમામ 5 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. જ્યારે, ધોની અને રોહિતને વનડે પ્લેયર ઓફ ધ ડિકેડ માટે નોમિનેશન મળ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 12:17:05

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને સ્પિનર રવિચંદ્રન અશ્વિને ICC પ્લેયર ઓફ ધ ડિકેડ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. કોહલીને મેન્સ ક્રિકેટની તમામ 5 કેટેગરીમાં પણ નોમિનેશન પણ મળ્યું છે. મંગળવારે ICCએ બધી કેટેગરી માટે નોમિનેટ કરેલા ખેલાડીઓના નામની જાહેરાત કરી.

પૂર્વ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને વનડે પ્લેયર ઓફ ધ ડિકેડ અને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું. જ્યારે રોહિતને વનડેની સાથે T-20 પ્લેયર ઓફ ધ ડિકેડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યો છે. વિજેતા ખેલાડીઓના નામની જાહેરાત તેમને મળનાર વોટના આધારે કરવામાં આવશે.

10 વર્ષમાં કોહલીએ 7 હજારથી વધુ ઇન્ટરનેશનલ રન બનાવ્યા
પ્લેયર ઓફ ધ ડિકેડ સિવાય કોહલીને વનડે, T-20 અને ટેસ્ટ ત્રણેય ફોર્મેટમાં ICC પ્લેયર ઓફ ધ ડિકેડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યો છે. કોહલીએ છેલ્લા 10 વર્ષમાં 7 હજારથી વધુ ઇન્ટરનેશનલ રન બનાવ્યા છે. તેણે વનડેમાં 11 હજારથી વધુ અને T-20માં 2600થી વધારે રન બનાવ્યા છે.

ઇન્ટરનેશનલ સેન્ચુરીના મામલે કોહલી ત્રીજા નંબરે
કોહલી (21,444 રન) સાથે ત્રણેય ફોર્મેટમાં સચિન તેંડુલકર (34,357 રન) અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (27,483) પછી સૌથી વધુ રન કરનાર ખેલાડીઓની સૂચિમાં ત્રીજા સ્થાને છે. ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારવાના મામલે તે માત્ર તેંડુલકર (100) અને પોન્ટિંગ (71)થી પાછળ છે. કોહલીએ 70 ઇન્ટરનેશનલ સદી મારી છે.

મેન્સ ક્રિકેટ માટે નોમિનેશન:

ICC પ્લેયર ઓફ ધ ડિકેડ: વિરાટ કોહલી (ભારત) રવિચંદ્રન અશ્વિન (ભારત), જો રૂટ (ઇંગ્લેન્ડ), કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), અને કુમાર સંગાકારા (શ્રીલંકા).

ICC વનડે પ્લેયર ઓફ ધ ડિકેડ: વિરાટ કોહલી (ભારત), લસિથ મલિંગા (શ્રીલંકા), મિચેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), એબી ડી વિલિયર્સ (દક્ષિણ આફ્રિકા), રોહિત શર્મા (ભારત), એમએસ ધોની (ભારત), અને કુમાર સંગાકારા (શ્રીલંકા).

ICC T-20 પ્લેયર ઓફ ધ ડિકેડ: રાશિદ ખાન (અફઘાનિસ્તાન), વિરાટ કોહલી (ભારત), ઇમરાન તાહિર (દક્ષિણ આફ્રિકા), આરોન ફિંચ (ઓસ્ટ્રેલિયા), લસિથ મલિંગા (શ્રીલંકા), ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડીઝ) અને રોહિત શર્મા ( ભારત).

ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ ડિકેડ: વિરાટ કોહલી (ભારત), કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), સ્ટીવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા), જેમ્સ એન્ડરસન (ઇંગ્લેન્ડ), રંગાના હેરાથ (શ્રીલંકા), અને યાસિર શાહ (પાકિસ્તાન).

વુમન્સ ક્રિકેટ માટે નોમિનેશન:

ICC પ્લેયર ઓફ ધ ડિકેડ: એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડીઝ), મિતાલી રાજ (ભારત), સારાહ ટેલર (ઇંગ્લેન્ડ).

ICC વનડે પ્લેયર ઓફ ધ ડિકેડ: મેગ લેનિંગ (ઓસ્ટ્રેલિયા), એલિસ પેરી (ઓસ્ટ્રેલિયા), મિતાલી રાજ (ભારત), સુજી બેટ્સ (ન્યૂઝિલેન્ડ), સ્ટેફની ટેલર (વેસ્ટ ઇન્ડીઝ) અને ઝૂલન ગોસ્વામી (ભારત)

સ્પિરિટ ઓફ ક્રિકેટ માટે નોમિનેશન
ICC
સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડિકેડ: વિરાટ કોહલી (ભારત), કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ), બ્રેન્ડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ), મિસ્બાહ ઉલ હક (પાકિસ્તાન), એમએસ ધોની (ભારત), આન્યા શરબસોલ (ઇંગ્લેન્ડ), કેથરીન બ્રન્ટ (ઇંગ્લેન્ડ), મહેલા જયવર્દને (શ્રીલંકા) અને ડેનિયલ વિટ્ટોરી (ન્યૂઝીલેન્ડ)