• Home
  • News
  • કચ્છથી વોશિંગ્ટન વાયા પ્રધાનમંત્રી કાર્યાલય
post

ભૂકંપ વખતના ડીડીઓ રાજીવ ટોપનો હવે વિશ્વ બેંકમાં સલાહકાર

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-05 11:22:32

ભુજ. ભૂકંપ વખતે કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અને હાલ પીએમઓમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના સનદી અધિકારી રાજીવ ટોપનોની વિશ્વ બેંકમાં મહત્વપૂર્ણ જગ્યાએ નિમણૂંક કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોપનોને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હેઠળ વોશિંગ્ટન ડીસી અમેરિકામાં વર્લ્ડ બેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટરના સિનીયર એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. આ પદ જોઈન્ટ સેક્રેટરી લેવલનું છે. તેઓને આ પદ માટે ત્રણ વર્ષ માટે એપોઇન્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભૂકંપ વખતે તેઓ કચ્છમાં હતાં. તેઓએ ભૂકંપમાં થયેલા અનુભવો અંગે નોંધ પણ લખી છે.

વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી.કે. મિશ્રાએ કચ્છના ભૂકંપ અંગે એક પુસ્તક પણ લખ્યું છે. જેમાં રાજીપ ટોપનોની નોંધોને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કચ્છમાં ભૂકંપના પ્રથમ દિવસે ટોપનોએ અનુભવેલા પ્રસંગો હચમચાવી દે તેવા છે. નોંધનીય છે કે રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે, અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે. મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા તે સમયથી રાજીવ ટોપને પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ સાથે સંકળાયેલા છે.

ભૂકંપ વખતે કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અને હાલ પીએમઓમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના સનદી અધિકારી રાજીવ ટોપનોની વિશ્વ બેંકમાં મહત્વપૂર્ણ જગ્યાએ નિમણૂંક કરાઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોપનોને ડીપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ હેઠળ વોશિંગ્ટન ડીસી અમેરિકામાં વર્લ્ડ બેન્કના એક્સિક્યુટીવ ડિરેક્ટરના સિનીયર એડવાઇઝર બનાવવામાં આવ્યા છે. આ પદ જોઈન્ટ સેક્રેટરી લેવલનું છે. તેઓને આ પદ માટે ત્રણ વર્ષ માટે એપોઇન્ટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ભૂકંપ વખતે તેઓ કચ્છમાં હતાં.

તેઓએ ભૂકંપમાં થયેલા અનુભવો અંગે નોંધ પણ લખી છે. વડાપ્રધાનના પ્રિન્સિપાલ સેક્રેટરી પી.કે. મિશ્રાએ કચ્છના ભૂકંપ અંગે એક પુસ્તક પણ લખ્યું છે. જેમાં રાજીપ ટોપનોની નોંધોને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને કચ્છમાં ભૂકંપના પ્રથમ દિવસે ટોપનોએ અનુભવેલા પ્રસંગો હચમચાવી દે તેવા છે. નોંધનીય છે કે રાજીવ ટોપનો 1996 બેચના IAS અધિકારી છે, અને હાલ PMOમાં વડાપ્રધાનના પ્રાઈવેટ સેક્રેટરી છે. મનમોહનસિંહ જયારે વડાપ્રધાન હતા તે સમયથી રાજીવ ટોપને પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ સાથે સંકળાયેલા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post