• Home
  • News
  • રેલેવ સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગનો અભાવ, સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને પોલીસે માસ્ક પહેર્યા સેનિટાઇઝરની વ્યવસ્થા
post

રેલેવ સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગ હોત તો 10 દિવસ પહેલા જ યુવાનનો શંકાસ્પદ કેસ બહાર આવી જાત

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:48:26

રાજકોટ: રાજકોટ રેલવે સ્ટેશનની ઘોર બેદકારી સામે આવી છે. ટ્રેનમાંથી ઉતરતા એક પણ મુસાફરની તપાસ કરવામાં આવતી નથી. તેમજ થર્મલ સ્ક્રીનિંગનો પણ અભાવ છે. જો થર્મલ સ્ક્રીનિંગ મુકવામાં આવ્યું હતો તો યુવાનનો કોરાનોના કેસ 10 દિવસ પહેલા જ આવી ગયો હોત અને વહેલી સારવાર થઇ શકી હોત. યુવાન પોતાન ઘરે જાત તે પહેલા જ કોરાનોનો શંકાસ્પદ કેસ બહાર આવી જાત. યુવાન સૌરાષ્ટ્ર મેલમાં જ મુંબઇથી આ રેલવે સ્ટેશને ઉતર્યો હતો. બીજી તરફ રાજકોટ સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને પોલીસને માસ્ક આપવામાં આવ્યા છે અને સેનિટાઇઝરની પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે.

પોલીસ પણ માસ્ક પહેરીને કેદીઓ પર નજર રાખશે

કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે સેન્ટ્રલ જેલમાં માસ્ક અને સેનિટાઇઝરથી સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. પોલીસ પણ માસ્ક પહેરીને કેદીઓ પર નજર રાખશે. માસ્ક પહેરી પોલીસ કેદીઓને વાઇરસ અંગે જાગૃત કર્યા છે. તેમજ રેલવે સ્ટેશનમાં મુખ્ય ગેટ પર સેનેટરી નેપકીનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. થોડા અંતરે વાઇરસને લઇ જાગૃતિના બોર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ મુસાફરોનો ધસારો પણ ઓછો થયો છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post