• Home
  • News
  • લક્ષ્ય સેન મલેશિયા માસ્ટર્સમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહ્યો, ડેનમાર્કના સોલબર્ગે હરાવ્યો
post

સોલબર્ગે લક્ષ્ય સેનને 11-21, 21-18, 21-14થી માત આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-09 11:16:13

ભારતીય શટલર લક્ષ્ય સેન મલેશિયા માસ્ટર્સમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે. મંગળવારે કુઆલાલંપુરમાં તેને ડેનમાર્કના હંસ-ક્રિશ્ચિયન સોલબર્ગ વિટિંગુસે મેન્સ સિંગલ્સમાં હરાવ્યો હતો. સોલબર્ગે મુકાબલો 11-21, 21-18, 21-14થી પોતાના નામે કર્યો હતો. બંને વચ્ચેની મેચ 49 મિનિટ ચાલી હતી. અન્ય એક મુકાબલામાં મલેશિયાના લિયૂ ડેરેને શુભાંકર ડેને 21-15, 21-15થી હરાવ્યો હતો.

વુમન્સ ડબલ્સમાં પૂજા ડાંડૂ અને સંજના સંતોષ પણ ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. ભારતીય જોડીને ઇન્ડોનેશિયાની સિતિ ફાદિયા સિલ્વા રામાધંતિ અને રિબકા સુગિઆર્તોએ 21-15, 21-10થી હરાવ્યા હતા. મેન્સ ડબલ્સના મુકાબલામાં સાત્ત્વિકસાઈરાજ રંકારેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને મલેશિયાના ઓન્ગ યૂ સિન અને તિયો એઇ યીએ માત આપી હતી.