• Home
  • News
  • લાલુ યાદવની તબિયત લથડતાં રિમ્સ પહોંચ્યો પરિવાર, તેજસ્વીએ કહ્યું- પિતાની હાલત ગંભીર; દિલ્હી AIIMSમાં ખસેડાય તેવી શક્યતા
post

ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ RIMSમાં સૌથી વધુ દિવસ સુધી સારવાર કરાવનાર દર્દીમાંના એક છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-23 13:19:26

ચારાકૌભાંડના આરોપી આરજેડીના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ થતાં તેમના પરિવારના લોકો રાંચી પહોંચી ગયા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ, દીકરો તેજ પ્રતાપ અને દીકરી મીસા ભારતી લાલુ યાદવની ખબર જોવા રાંચીમાં આવેલી રિમ્સ હોસ્પિટલમાં પહોંચી ગયાં છે, જ્યાં લાલુ યાદવની સારવાર ચાલી રહી છે. લાલુની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

લાલુના દીકરા તેજસ્વીના જણાવ્યા પ્રમાણે તેમના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું છે અને ચહેરો ફૂલી ગયો છે. જરૂર પડશે તો વધારે સારી સારવાર માટે તેમને દિલ્હી AIIMS પણ ખસેડવામાં આવે તેવી શક્યતા છે.

લાલુ યાદવને મળવા પહોંચેલા તેજસ્વી યાદવે રિમ્સમાંથી બહાર નીકળતી વખતે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું છે કે અમારો પરિવાર પિતા માટે સારી સારવાર ઈચ્છે છે. દરેક રિપોર્ટ આવ્યા પછી ડોક્ટર્સનું માનવું છે કે તેમની અહીં જ સારવાર કરવામાં આવશે. તેમની સ્થિતિ ગંભીર છે.

રિમ્સના સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે લાલુ યાદવનાં ફેફસાંમાં ઈન્ફેકશન છે અને અમે તેમની સારવાર કરી રહ્યા છીએ. અમે એમ્સમાં ફેફસાં વિભાગના એચઓડી સાથે આ વિશે વાતચીત કરી છે.

25 ટકા જ કામ કરે છે લાલુની કિડની

ડોકટરે ઉમેશ પ્રસાદના જણાવ્યા મુજબ, લાલુ યાદવની કિડની 25% જ કામ કરે છે. પહેલાંની તુલનાએ 10% ઘટાડો થયો છે. જો 10-12 ટકા વધુ ખરાબ થશે તો લાલુને ડાયાલિસિસની જરૂર પડશે. બે વર્ષ સુધી ઈન્સ્યુલિન અને ડોકટર્સની નજર હેઠળ કિડનીએ યોગ્ય કામ કર્યું, પરંતુ હવે ફરીથી તેમની કિડની વધુ ખરાબ થઈ ગઈ છે. લાલુ પ્રસાદને ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર, હાર્ટની બીમારી, ક્રોનિક કિડની ડિઝીઝ (સ્ટેજ થ્રી) જેવી બીમારીઓની સારવાર કરાવી રહ્યા છે.

અઢી વર્ષથી RIMSમાં દાખલ છે લાલુ

ઝારખંડની સૌથી મોટી હોસ્પિટલ RIMSમાં સૌથી વધુ દિવસ સુધી સારવાર કરાવનાર દર્દીમાંના એક છે. તેઓ અહીં અઢી વર્ષથી દાખલ છે. રિમ્સ આવતાં પહેલાં તેઓ AIIMSમાં દાખલ હતા. 29 ઓગસ્ટ 2018ના રોજ લાલુને રિમ્સની કાર્ડિયોલોજી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજી વિભાગમાં શ્વાનના ભસવાના અવાજથી પરેશાન થયા બાદ તેમને 5 સપ્ટેમ્બરે રિમ્સના પેઈંગ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 5 ઓગસ્ટ 2020ના રોજ RJD સુપ્રીમને કોવિડ સંક્રમણના ડરથી રિમ્સના કેલી બંગલામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જોકે અહીંથી તેમને ગત વર્ષે 26 નવેમ્બરે પેઈંગ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. જેલ-અધિક્ષકે આ કાર્યવાહી ઝારખંડ હાઈકોર્ટમાં લાલુની જામીન અરજીની સુનાવણીના એક દિવસ પહેલાં જ કરી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post