• Home
  • News
  • અવળચંડા ચીનને જડબાતોડ જવાબ આપવા ભારતની ભરપૂર તૈયારી, લદાખમાં ટેન્ક મોકલી સૈનિકો વધારાયા
post

આર્મીના સૂત્રોએ કહ્યું- આપણે અહીં મજબૂત સ્થિતિમાં છીએ, ટેન્શનની કોઈ વાત નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-04 10:09:16

નવી દિલ્હી: અવળચંડુ ચીન તેની હરકતમાંથી બહાર આવતું નથી. ભારત અને ચીન વચ્ચે એકબાજુ રાજદ્વારી અને સૈન્યસ્તરે બેઠક ચાલી રહી છે તો બીજી બાજુ ચીન સતત સરહદે પોતાનું લશ્કર વધારી રહ્યું છે. તેનો જડબાતોડ જવાબ આપવા ભારતે પણ ઉત્તર લદાખમાં સૈના વધારી છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ડીબીઓ અને ડેપસાંગના મેદાની વિસ્તારોમાં ટી-90 રેજિમેન્ટ સહિત આર્મી અને ટેન્કોની મોટી માત્રામાં તહેનાતી કરવામાં આવી છે.

15 હજારથી વધુ જવાનો સહિત ટેન્કો તહેનાત કરાઈ
કારાકોરમ પાસે ડેપસાંગ મેદાનો નજીકના પેટ્રોલિંગ પોઈન્ટ 1થી તહેનાતી કરવામાં આવી છે. ટી-90 ટેન્ક રેજિમેન્ટ ગોઠવાતા ચીનને હવે ત્યાં કામ કરવું મુશ્કેલ પડશે. ટેન્કોની હાજરીને કારણે ચીનના સૈનિકો હવે કોઈ હરકત કરતા વિચારશે તેવું સરકારી સૂત્રોએ કહ્યું હતું. ડીઓબી અને ડેપસાંગની પેલી બાજુ ચીન પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું હતું ત્યારે ભારત તરફથી માઉન્ટેન બ્રિગેડ અને આર્મ બ્રિગેડ દેખરેખ કરતી હતી. હવે આ વિસ્તારમાં 15 હજારથી વધુ જવાનો અને કેટલીક ટેન્ક રેજિમેન્ટને તહેનાત કરાઈ છે.

બે દિવસ પહેલા બોમ્બર તહેનાત કર્યાં હતાઃ રિપોર્ટ
ચીનના ડીપીઓ અને દેપસાંગમાં નિર્માણ શરૂ કરવા પહેલા આ સમગ્ર ક્ષેત્રની દેખરેખ માઉન્ટેન બ્રિગેડ અને બખ્તરિયા બ્રિગેડ દ્વારા કરાતી હતી. પણ હવે ત્યાં 15 હજાર જવાન અને અનેક ટેક રેજિમેન્ટ તહેનાત કરવા મોકલાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ ચીને એટમિક બોમ્બર તહેનાત કર્યા હોવાના અહેવાલ હતા.

ચીન સડકમાર્ગ જોડવા માગે છે
ચીન ટીડબલ્યુડી બટાલિયનના વડામથકેથી ડીબીઓ સેક્ટરની સામેના કારાકોરમ પાસેના ક્ષેત્ર સુધી એક રસ્તાનું નિર્માણ કરવા માગે છે અને તેની બટાલિયનને અહીં જોડવા માગે છે. આ કનેક્ટિવિટી યોજનાને ભારતે પહેલા પણ નિષ્ફળ બનાવી હતી. પીપી-7 અને પીપી-8 પાસે એક નાળુ છે. તે ભારતીય ક્ષેત્રની અંદર છે. ચીને ત્યાં પુલનું નિર્માણ કર્યું હતું પરંતુ થોડા સમય પહેલા ભારતીય સૈનિકોએ તેમાં તોડફોડ કરી હતી.

એપ્રિલ-મે મહિનામાં ચીને આ વિસ્તારોમાં તેના સૈનિકો ગોઠવ્યા
સરકારી સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે આ બન્ને વિસ્તારોમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ની કોઈ પણ ગતિવિધિનો જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે સક્ષમ છે. આ ગોઠવણ કારાકોરમ પાસે પેટ્રોલિંગ પોઈન્ટ 1થી લઈ દેપસાંગ પ્લેન્સ સુધી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ચીનના 17 હજાર સૈનિકો છે. ચીને એપ્રિલથી મે વચ્ચે સૈનિકો ગોઠવ્યા હતા. ત્યારબાદ તે આ વિસ્તારમાં PP-10થી PP-13 સુધી ભારતીય સૈનિકોને પેટ્રોલિંગ કરતા અટકાવી રહ્યું છે.

આ અગાઉ આ વિસ્તારમાં ભારતની માઉન્ટેન બ્રિગેડ દ્વારા પેટ્રોલિંગ થતુ હતુ
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ટેન્કની ઉપસ્થિતિને પગલે ચીનના સૈનિકો કોઈપણ ગતિવિધિ કરતા અટકશે. આ માટે આ સ્થિતિમાં ઓપરેટ કરવું મુશ્કેલ બનશે. DOB અને દેપસાંગ પ્લેન્સની અન્ય બાજુના વિસ્તારમાં ચીને જ્યારે પોતાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાની શરૂઆત કરી હતી, ત્યારે ભારતીય સેનાના માઉન્ટેન બ્રિગેડ અને આર્મર્ડ બ્રિગેડ પેટ્રોલિંગ કરતા હતા. જોકે, હવે આ વિસ્તારોમાં 15 હજારથી વધારે જવાનો અને કેટલીક ટેન્ક રેજીમેન્ટ પણ ગોઠવવામાં આવી છે. જવાનો અને ટેન્કોને રોડ તથા એર રુટથી અહીં લાવવામાં આવ્યા છે.

ચીનનો પ્લાન TWD બટાલિયન હેડક્વોર્ટરથી કારાકોરમ સુધી રોડ બનાવવાનો છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન આ વિસ્તારમાં માર્ગ તૈયાર કરવાની યોજના ધરાવે છે, જે તેની TWD બટાલીયન હેડક્વોર્ટરને કારાકોરમ દર્રે સાથે જોડે છે. આ પ્રયત્નને ભારત અગાઉ પણ નિષ્ફળ બનાવી ચુક્યુ છે. જો ચીન પોતાની યોજનામાં સફળ થઈ જશે તો તેની સૈનિક ટુકડી આ વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં જ પહોંચી શકશે. અત્યારે G2019 હાઈવે મારફતે આવવામાં 15 કલાક સમય લાગે છે. અગાઉ પણ ચીને PP-7 અને PP-8 પાસે ભારતીય વિસ્તારમાં પોતાની બ્રિગેડને ગોઠવી હતી. પણ કેટલાક વર્ષ અગાઉ ભારતે તેને પાછળ ધકેલી દીધી હતી.

ઠંડીની સિઝનમાં સીમાની દેખરેખ માટે 35 હજાર સૈનિક ગોઠવવામાં આવ્યા
લદ્દાખ સેક્ટરમાં ખૂબ જ ઠંડી પડે છે ત્યારે ભારતીય સેનાને કોઈ જવાબી કાર્યવાહી કરવાની જરૂર પડે તો તે માટે પણ સંપૂર્ણપણે સજ્જ છે. ભારતીય સેનાએ ઠંડીની સિઝનમાં લડી શકાય તે માટે તેવા માહોલમાં લડવા 35 હજાર સૈનિકોને તૈયાર કર્યા છે. આ જવાનો અગાઉથી જ ઉંચાઈ પર આવેલી જગ્યાઓ અને ઠંડીની સ્થિતિમાં ફરજ બજાવી ચુક્યા છે અને લડવા માટે તૈયાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post