• Home
  • News
  • મોડી રાત્રે કચ્છની ધરા ધ્રૂજી, ભુજથી 22 કિમી દૂર હતું કેંદ્રબિંદુ
post

ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજથી 22 કિમી દૂર કેરા-બળદિયા પાસે નોંધાયું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-21 10:08:07

ભુજ: ભૂકંપ (Earthquake) ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે. ત્યારે આજે વધુ એક ધરતીકંપ (Earthquake) ના આંચકાથી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી હતી.

ગુજરાતના કચ્છ વિસ્તારમાં અવાર નવાર ભૂકંપ (Earthquake) ના નાના મોટા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે શનિવારે મધરાત્રે 1 વાગ્યાને 42 મિનિટે કચ્છની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપની તિવ્રતા 2.9 નોંધાવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભુજથી 22 કિમી દૂર કેરા-બળદિયા પાસે નોંધાયું હતું. એક તરફ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી વચ્ચે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વરસાદી માહોલમાં ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post