• Home
  • News
  • પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં સામેલ લતીફનો સાગરીત ઝડપાયો, પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો
post

એસ કે ઉર્ફે શરીફ ખાનને મોહમદ ફાઈટરે દેશમાંથી ભગાડવાની મદદ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 10:24:10

ગુજરાતના કુખ્યાત ડોનના સાગરીત રહી ચૂકેલા મોહમ્મદ ફાઇટરને પોલીસે ઝડપી લીધો છે. મોહમદ ફાઇટર લતીફ ગેંગ દ્વારા કરાયેલા રાધિકા જીમખાના હત્યાકાંડમાં સામેલ હતો. ફાઈટરે પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાહની હત્યામાં સામેલ હતો અને જેમાં તેને આજીવન કારાવાસની સજા થઈ હતી. ફાઇટરને જેલમાંથી પેરોલ રજા મળી હતી, પરંતુ તે પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો. આ વાતની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે અને હાલ તેને જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસે ફરી કુખ્યાત ગુનેગારો પર સણસો કસવાનું શરૂ કર્યું
શહેર પોલીસે ફરી એક વખત એક સમયના કુખ્યાત ગુનેગારો પર સણસો કસવાનું શરૂ કર્યું છે. લતીફ સમયમાં એક્ટિવ નજીર વોરા હોય કે મોહમદ ફાઇટર જેવા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં નજીર વોરાનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું જે સમગ્ર કામગીરીમાં પોલીસનો મહત્વનો રોલ હતો.

20-9-2020થી પેરોલ જમ્પ કરનાર ફાઈટરને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો
હવે લતીફના સમયમાં આતંક મચાવનાર મોહમ્મદ ફાઇટર પેરોલ જમ્પ કરીને નાસ્તો ફરતો હતો. તેને પણ પોલીસે પકડીને કાયદાની ભાષા સમજાવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તારીખ 20-9-2020થી પેરોલ જમ્પ કરનાર ફાઈટરને ઝડપીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મોહમ્મદ ફાઇટર પૂર્વ સાંસદ રાઉફ વલી ઉલ્લાના હત્યામાં સામેલ હતો. લતીફના ઈશારે ઓઢવ પાસે આવેલા રાધિકા જીમખાના હત્યાકાંડ પણ ક્રાઇમ બ્રાંચે ફાઈટરને ઝડપ્યો હતો અને લતીફના શાર્પ શૂટર એસ કે ઉર્ફે શરીફ ખાનને પણ કોર્ટની મુદ્દત દરમિયાન ભગાડવામાં ફાઈટરનો રોલ હતો.

ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી
મોહમ્મદ ફાઇટર ગોમતીપુરમાં રહેતો હતો અને બાબરી ધવન્સ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં સામેલ શરીફ ખાનને મદદ કરતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે અને ટૂંક સમયમાં તેને જેલમાં મોકલવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.આ બધાની સાથે આ પેરોલ જમ્પ દરમિયાન તેને કોને કોણે મદદ કરી તે વિગતો પણ પોલીસ દવારા મેળવવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post