• Home
  • News
  • ​​​​​​​સુરતમાં ડાયમંડ અને રિયલ એસ્ટેટના વેપારીની દીકરી લક્ઝુરિયસ લાઈફ છોડીને સંયમના માર્ગે આગળ વધતા જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી
post

નાનપણમાં ફોઈની દીક્ષા બાદ સાતમાં ધોરણથી જ દીક્ષા લેવાનું રેન્સીએ નક્કી કરેલું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-16 10:31:49

જૈન ધર્મમાં દીક્ષા નગરી તરીકે સુરતે ભારે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સુરતમાં એક વર્ષ પહેલા મોટા પ્રમાણ માં જૈન સમાજના યુવાનો અને યુવતી દ્વારા મોટા પ્રમાણમાં દીક્ષા ગ્રહ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. જોકે કોરોના કાળ બાદ સુરતના ડાયમંડ અને બિલ્ડિગ લાઇન સાથે સંકળાયેલા વેપારીની પુત્રીએ આજે સવારે દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.જેમાં જૈનો સહિતના સમાજના લોકો અને સંતો ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાલ ખાતે દીક્ષા લીધી
સુરત આરટીઓ નજીક પવિત્ર ભૂમિ ખાતે એક વર્ષ પહેલા એક સાથે 250 કરતા વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. કોરોના લઇને દીક્ષા ગ્રહણ કાર્યક્રમ સુરત છેલ્લા લાંબા સામેથી મુલતવી રાખવામાં આવ્યા હતા. આજે વધુ એક યુવતીએ દીક્ષા ગ્રહણ કરી સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા શંખેશ્વર હાઇટ્સમાં રહેતા અને ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જયેશભાઈ સેવંતીલાલ પરિવારની 17 વર્ષની દીકરી રેન્સી સાંસારિક સુખોને ત્યાગી પ્રવજ્યાના પંથે જવાનું નક્કી કર્યું હતું.

ત્રણ દિવસનો કાર્યક્રમ યોજાયો
આજે સવારે 5.30 કલાકે ગુરૂરામ પાવનભૂમિ પાલ ખાતે ગચ્છાધિપતિ અભયદેવસૂરિશ્વરજી મહારાજના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. રેન્સીની દીક્ષા પહેલા ગુરૂરામ પાવન ભૂમિ ખાતે ત્રણ દિવસીય ઉત્સવનું આયોજન કરાયું છે. જેમાં પ્રથમ દિવસે એટલે 13મીએ શક્રસ્તવ અભિષેક, ઉપધાન તપ આરાધકોનો છકિયામાં પ્રવેશ, પાર્શ્વ પદ્માવત પૂજન, કપડા રંગવાનું, મહેંદી-સાંજી, માતૃ-પિતૃ વંદના જેવા કાર્યક્રમો યોજાયા હતા.

ફોઈની દીક્ષા જોઈ પાંચ વર્ષ સાથે રહી
રેન્સીની સગી ફોઈએ 21 વર્ષ પહેલા વર્ષ 2000માં દીક્ષા લીધી હતી. રેન્સી 10 વર્ષની હતી ત્યારે તે એના ફોઈને વેકેશનમાં મળવા જતી હતી. જ્યારે એ સાતમાં ધોરણમાં હતી ત્યારે એની ઇચ્છા ધર્મનાં માર્ગે આગળ વધવાનું થતાં એ અભ્યાસ છોડી એની ફોઇ સાધ્વી અર્પિતાપૂર્ણાજી મહારાજ પાસે રહેવા લાગી હતી. છેલ્લા પાંચ વર્ષથી એ એના ફોઇ પાસે જ રહે છે. પરિવારને દીક્ષા લેવાની વાત કરતા પરિવારે મંજૂરી આપી હતી. જેથી રેન્સી આજે દીક્ષા ગ્રહણ કરી છે. રેન્સીનાં પરિવારમાં ફોઈ બાદ તે બીજી વ્યક્તિ હશે. જે પ્રવજ્યાને પંથે જવા નીકળી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post